Not Set/ સુશાંત સિંહ રાજપૂતની હત્યા કે આત્મહત્યા? આજે વિસરા રિપોર્ટમાં ખુલી શકે છે રાજ

લગભગ ત્રણ મહિના બાદ સુશાંત સિંહ રાજપૂતની મોતની સત્યતા બહાર આવે તેવા એંધાણ દેખાઇ રહ્યા છે. ટૂંક સમયમાં એઈમ્સની ફોરેન્સિક ટીમ સુશાંત સિંહ રાજપૂતનાં મોતનું કારણ જાહેર કરશે. આજે સુશાંત સિંહ રાજપૂતનો વિસેરા રિપોર્ટ બહાર આવશે. એક ન્યૂઝ ચેનલમાં જણાવ્યા મુજબ, વિસરાનો રિપોર્ટ મળ્યા પછી, એઈમ્સનાં ડોકટરોની પેનલ અંતિમ બેઠક કરશે. બેઠકમાં સુશાંત સિંહ રાજપૂતનાં […]

Uncategorized
3b33eb923cb547805e680edfe523e2b7 સુશાંત સિંહ રાજપૂતની હત્યા કે આત્મહત્યા? આજે વિસરા રિપોર્ટમાં ખુલી શકે છે રાજ

લગભગ ત્રણ મહિના બાદ સુશાંત સિંહ રાજપૂતની મોતની સત્યતા બહાર આવે તેવા એંધાણ દેખાઇ રહ્યા છે. ટૂંક સમયમાં એઈમ્સની ફોરેન્સિક ટીમ સુશાંત સિંહ રાજપૂતનાં મોતનું કારણ જાહેર કરશે. આજે સુશાંત સિંહ રાજપૂતનો વિસેરા રિપોર્ટ બહાર આવશે. એક ન્યૂઝ ચેનલમાં જણાવ્યા મુજબ, વિસરાનો રિપોર્ટ મળ્યા પછી, એઈમ્સનાં ડોકટરોની પેનલ અંતિમ બેઠક કરશે. બેઠકમાં સુશાંત સિંહ રાજપૂતનાં વિસરા રિપોર્ટ પર ચર્ચા કરવામાં આવશે. વિસરા રિપોર્ટથી સ્પષ્ટ થઈ જશે કે સુશાંતસિંહ રાજપૂતને ઝેર આપવામાં આવ્યું હતું કે નહીં. મોટી વાત એ છે કે કલીના ફોરેન્સિકે અગાઉ પોતાની રિપોર્ટમાં સુશાંત સિંહનાં વિસરા રિપોર્ટને નેગેટિવ ગણાવ્યો હતો.

વિશેષ વાત એ છે કે એઈમ્સની ફોરેન્સિક ટીમે દિવંગત અભિનેતાનાં 20 ટકા વિસરાની તપાસનાં આધારે રિપોર્ટ તૈયાર કર્યો છે. અગાઉ મુંબઇ પોલીસે તપાસમાં સુશાંતસિંહ રાજપૂતનાં 80 ટકા વિસરાનો ઉપયોગ કર્યો હતો. વિસરા રિપોર્ટ સુશાંતસિંહ રાજપૂતનાં શરીરમાં કોઈ ઝેરી પદાર્થ હાજર હતું કે કેમ તેની માહિતી આપશે. વિસરાનાં રિપોર્ટમાં સુશાંત સિંહ રાજપૂતનાં મોતનો સમય પણ જાહેર થશે. આ પહેલા ડેથનો સમયવિશે કંઇ સ્પષ્ટ નહોતું. સુશાંત કેસની તપાસમાં સીબીઆઈ, એનસીબી, ઇડી રોકાયેલા છે. હજી સુધી સુશાંતનાં મોતનું વાસ્તવિક કારણ બહાર આવ્યું નથી.

આ પણ વાંચો – ટ્રમ્પે એકવાર ફરી કર્યા PM મોદીનાં વખાણ, જણાવ્યા મહાન નેતા અને વફાદાર મિત્ર

ઉલ્લેખનીય છે કે, 14 જૂને સુશાંતસિંહ રાજપૂતનો મૃતદેહ બાંદ્રા સ્થિત તેના ફ્લેટમાંથી મળ્યો હતો. શરૂઆતમાં, મુંબઈ પોલીસે આ કેસને આપઘાત ગણાવ્યો હતો. બાદમાં સુશાંતસિંહ રાજપૂતની હત્યાનાં આરોપો લાગવાની શરૂઆત થઇ. દરમિયાન સુપ્રીમ કોર્ટે સીબીઆઈને આશરે 60 દિવસ બાદ આ કેસની તપાસ કરવાનો આદેશ આપ્યો હતો. સીબીઆઈ તપાસ શરૂ થયા બાદ આ કેસમાં ડ્રગ કનેક્શન બહાર આવ્યું હતું અને એનસીબીએ રિયા ચક્રવર્તીની ધરપકડ કરી તેને જેલમાં મોકલી દીધી હતી. હવે વિસરાનાં રિપોર્ટમાં સુશાંતનાં મોતનું રહસ્ય જાહેર થાય તેવી સંભાવના છે. જો કે, વિસરા રિપોર્ટ બહાર આવ્યા પછી, ડોક્ટરોની ટીમ તેના પર વિચાર કરશે. તે પછી જ કોઈ નિર્ણય પર પહોંચવાની વાત અંતિમ થશે. અત્યારે સુશાંત સિંહ રાજપૂતનાં વિસરા રિપોર્ટની રાહ જોવાઇ રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.