Not Set/ સુશાંત સિંહ રાજપૂત કેસમાં મોટો ખુલાસો, રિયા ચક્રવર્તીના ક્રેડિટ કાર્ડમાંથી કરવામાં આવતી હતી ડ્રગ્સની ખરીદી

બોલિવૂડનાં દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનાં મોત મામલે સીબીઆઈ, એનસીબી અને ઇડીની તપાસ ચાલી રહી છે. ત્રણેય એજન્સીઓએ અભિનેત્રી રિયા ચક્રવર્તીને મુખ્ય આરોપી તરીકે નામ આપ્યું છે. એનસીબીએ શનિવારે સમગ્ર મામલામાં ડ્રગ કનેક્શન બાદ અભિનેતા સાથે સંકળાયેલા કેટલાક લોકોની ધરપકડ કરી હતી. તપાસ એજન્સીએ રિયા ચક્રવર્તીના ભાઈ શોવિક અને હાઉસ મેનેજર સેમુઅલ મીરાંડાની ધરપકડ કરી […]

Uncategorized
0082f05382a1d80302c3b01a8a892b82 સુશાંત સિંહ રાજપૂત કેસમાં મોટો ખુલાસો, રિયા ચક્રવર્તીના ક્રેડિટ કાર્ડમાંથી કરવામાં આવતી હતી ડ્રગ્સની ખરીદી

બોલિવૂડનાં દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનાં મોત મામલે સીબીઆઈ, એનસીબી અને ઇડીની તપાસ ચાલી રહી છે. ત્રણેય એજન્સીઓએ અભિનેત્રી રિયા ચક્રવર્તીને મુખ્ય આરોપી તરીકે નામ આપ્યું છે. એનસીબીએ શનિવારે સમગ્ર મામલામાં ડ્રગ કનેક્શન બાદ અભિનેતા સાથે સંકળાયેલા કેટલાક લોકોની ધરપકડ કરી હતી. તપાસ એજન્સીએ રિયા ચક્રવર્તીના ભાઈ શોવિક અને હાઉસ મેનેજર સેમુઅલ મીરાંડાની ધરપકડ કરી હતી. આ સાથે જ માનવામાં આવી રહ્યું છે કે રિયા ચક્રવર્તીની જલ્દીથી ધરપકડ કરવામાં આવી શકે છે. હવે, ડ્રગ્સ સંબંધિત નવી માહિતી બહાર આવી છે.

આ પણ વાંચો : NCB ઓફિસ પહોંચી રિયા, થઇ શકે છે ધરપકડ,વકીલે કહ્યું – પ્રેમ કરવો ગુનો  છે તો તે સજા માટે…

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શોવિક અને મીરાંડા બંનેએ સ્વીકાર્યું છે કે તેઓએ માત્ર અભિનેત્રી રિયા ચક્રવર્તીની સૂચના પર જ ડ્રગ્સ ખરીદ્યું હતું. તે જ સમયે, રિપોર્ટમાં એ પણ બહાર આવ્યું છે કે, રિયા ચક્રવર્તીના ક્રેડિટ કાર્ડનો ઉપયોગ ડ્રગ્સ ખરીદવા માટે કરવામાં આવતો હતો. સેમુઅલ મીરાંડા સહિત ઘણા લોકો આ સમગ્ર મામલામાં સામેલ થયા છે.

અગાઉ, એનસીબીએ રિયા-શોવિક સાથે જોડાણ હોવાને કારણે ડ્રગના વેપારીઓની પણ ધરપકડ કરી હતી. તેમાંથી એકે સ્વીકાર્યું કે તે શોવિક ચક્રવર્તીને ઓળખતો હતો. આ માટે તેઓ બાંદ્રાનાં ફૂટબોલ ક્લબ ખાતે મુલાકાત થઇ હતી. આપને  જણાવી દઈએ કે સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ કેસમાં ડ્રગ્સનો એંગલ ત્યારે આવ્યો જ્યારે ઇડી તપાસમાં રિયા ચક્રવર્તીની વોટ્સએપ ચેટ સામે આવી. આમાં, રિયા કથિત રીતે ડ્રગ્સ વિશે વાત કરતી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.