Not Set/ સોનૂ સૂદ અને પ્રકાશ રાજ બાદ સ્વરા ભાસ્કરે પણ કરી શ્રમિકોની મદદ, કહ્યુ- નામ અને કોન્ટેક્ટ મોકલો

લોકડાઉનનાં આ સમયમાં, લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. લાખો લોકો તેમના ઘરથી દૂર મોટા શહેરોમાં ફસાયેલા છે. વળી આ સંકટનાં સમયે આ મજૂરોની તકલીફોને દૂર કરવા માટે બોલિવૂડ સ્ટાર ખુલ્લામને સામે આવી રહ્યા છે. પ્રકાશ રાજ, સોનૂ સૂદ બાદ હવે બેલિવૂડ એક્ટ્રેસ સ્વરા ભાસ્કરે આ મજૂરોની તકલીફો દૂર કરવા સામે આવ્યા છે. બોલિવૂડ સેલેબ્સ […]

Uncategorized

લોકડાઉનનાં આ સમયમાં, લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. લાખો લોકો તેમના ઘરથી દૂર મોટા શહેરોમાં ફસાયેલા છે. વળી આ સંકટનાં સમયે આ મજૂરોની તકલીફોને દૂર કરવા માટે બોલિવૂડ સ્ટાર ખુલ્લામને સામે આવી રહ્યા છે. પ્રકાશ રાજ, સોનૂ સૂદ બાદ હવે બેલિવૂડ એક્ટ્રેસ સ્વરા ભાસ્કરે આ મજૂરોની તકલીફો દૂર કરવા સામે આવ્યા છે.

બોલિવૂડ સેલેબ્સ આ મજૂરોની મદદ માટે સતત આગળ આવી રહ્યા છે. બોલિવૂડ એક્ટર સોનૂ સૂદ સતત મજૂરો અને વિદ્યાર્થીઓને તેમના ઘરે મોકલી રહ્યા છે. વળી આ અભિયાનમાં અભિનેત્રી સ્વરા ભાસ્કરનો ઉમેરો થયો છે. અભિનેત્રી સ્વરા ભાસ્કરે અત્યાર સુધી 1 હજાર મજૂરોને તેમના પરિવારથી મળાવ્યા છે. વળી એક ઇન્ટરવ્યૂંમાં અભિનેત્રીએ કહ્યું કે, તે ઘરે બેસીને અને લોકોને રસ્તાઓ પર જોઈને ઘણી શરમ અનુભવી રહી હતી.

અભિનેત્રી સ્વરા ભાસ્કરે એક ઇન્ટરવ્યુમાં કહ્યું, “એવા સમયે જ્યારે લાખો લોકો ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે, ત્યારે મને ઘરે બેસીને શરમ આવી રહી હતી. આ સંકટે આપણી સિસ્ટમનાં દોષોને એકવાર ફરી ખુલ્લી પાડ્યા છે.” સ્વરા ભાસ્કર ટ્વિટર દ્વારા થોડા દિવસો પહેલા રસ્તાઓ પર લોકોને 500 જોડી જૂતાનું વિતરણ પણ કર્યુ હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.