Not Set/ સોમનાથ/ કોરોના સંકટને લઈ શ્રાવણ માસમાં સોમનાથ મહાદેવની પાલખી યાત્રા મુલ્તવી

આગામી 21 જુલાઈથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઈ રહ્યો છે. આ પવિત્ર શ્રાવણ માસમાં મહાદેવની પૂજા માટે અનેક લોકો પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ મંદિરે દર્શને જતાં હોય છે. પરંતુ કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખીને સોમનાથ મંદિર દ્વારા સંક્રમણ ન ફેલાઈ તે માટે અનેક પ્રતિબંધો લગાવી દેવામાં આવ્યા છે.  શ્રાવણ માસમાં સોમનાથ મહાદેવની પરંપરાગત પાલખી યાત્રા મુલ્તવી રહેશે. […]

Uncategorized
ca091f73cbe924e935c034037fd3ec0b સોમનાથ/ કોરોના સંકટને લઈ શ્રાવણ માસમાં સોમનાથ મહાદેવની પાલખી યાત્રા મુલ્તવી

આગામી 21 જુલાઈથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઈ રહ્યો છે. આ પવિત્ર શ્રાવણ માસમાં મહાદેવની પૂજા માટે અનેક લોકો પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ મંદિરે દર્શને જતાં હોય છે. પરંતુ કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખીને સોમનાથ મંદિર દ્વારા સંક્રમણ ન ફેલાઈ તે માટે અનેક પ્રતિબંધો લગાવી દેવામાં આવ્યા છે.  શ્રાવણ માસમાં સોમનાથ મહાદેવની પરંપરાગત પાલખી યાત્રા મુલ્તવી રહેશે. એટલું જ નહીં, સાંસ્કૃતિક કાર્યક્રમો પણ બંધ રહશે. તેમજ મહાદેવની ધ્વજા પૂજામાં માત્ર પાંચ લોકો જ હાજર રહી શકશે.

આ ઉપરાંત ભગવાનની આરતી સમયે દર્શનાર્થીઓ માટે મંદિરમાં પ્રવેશ પર પ્રતિબંધ રહેશે. બહારગામનાં દર્શનાર્થીઓને ટ્રસ્ટની વેબસાઈટ પરથી ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ જ દર્શનાર્થે આવવા અપીલ કરાઈ છે. શ્રાવણ માસમાં દર્શનનો સમય પણ મર્યાદિત કરી દેવાયો છે. સવારે 6:30થી 11:30 અને 12:30થી 6:30 વાગ્યા સુધી જ ભગવાનના દ્વાર દર્શન માટે ખુલ્લા રહશે.

ઉલ્લેખનીય છે કે, શ્રાવણ માસમાં સોમનાથ મહાદેવ મંદિર ખાતે દર્શનાર્થીઓનો જમાવડો જોવા મળતો હોય છે.શ્રાવણ માસમાં દર વર્ષે લાખોની સંખ્યામાં ભક્તો અહીં દર્શન માટે આવતાં હોય છે. ગત વર્ષે શ્રાવણ માસમાં 22 લાખથી વધુ દર્શનાર્થીઓએ સોમનાથ મહાદેવનાં દર્શન કર્યાં હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.