Not Set/ સ્ત્રીએ 7.1 કિલોગ્રામ વજનના બાળકને જન્મ આપતા દરેકને થયો આઘાત

વિયેતનામમાં એક મહિલાએ 7.1 કિલો (15.7 પાઉન્ડ)ના બાળકને જન્મ આપ્યો છે, જે દક્ષિણપૂર્વીય એશિયન દેશના સૌથી ભારી જન્મેલ બાળકોમાંથી એક છે. ઉત્તરીય વિન ફુક પ્રાંતમાં, આ બાળકનો જન્મ શનિવારે થયો હતો. બાળકના પિતા, ટૅન વેન કુઆને ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે “આમ તો જન્મ પહેલાં, ડોકટરોએ તેમની માતા નેગ્યુયેન કિમ લીનને કહ્યું હતું કે બાળકનું પાંચ […]

Uncategorized
news2001 સ્ત્રીએ 7.1 કિલોગ્રામ વજનના બાળકને જન્મ આપતા દરેકને થયો આઘાત

વિયેતનામમાં એક મહિલાએ 7.1 કિલો (15.7 પાઉન્ડ)ના બાળકને જન્મ આપ્યો છે, જે દક્ષિણપૂર્વીય એશિયન દેશના સૌથી ભારી જન્મેલ બાળકોમાંથી એક છે. ઉત્તરીય વિન ફુક પ્રાંતમાં, આ બાળકનો જન્મ શનિવારે થયો હતો. બાળકના પિતા, ટૅન વેન કુઆને ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે “આમ તો જન્મ પહેલાં, ડોકટરોએ તેમની માતા નેગ્યુયેન કિમ લીનને કહ્યું હતું કે બાળકનું પાંચ કિલોગ્રામ વજન હશે, પણ તેણે સાત કિલોગ્રામના બાળકની કલ્પના પણ કરી નહોતી. બાળકના વજનની પુષ્ટિ કરવા માટે જ્યારે ડૉક્ટર તેના બાળકને રૂમમાં લાવ્યા હતા, ત્યારે તેનું વજન ફરીથી કરવામાં આવ્યું હતુ.”

વેન કુઆએ જણાવ્યું હતું કે, “તેણે કેટલાક કપડાં પહેર્યા હતા, અને 7.2 કિલોગ્રામ વજન કર્યું હતુ, તેથી અમે માનીએ છીએ કે જ્યારે બાળક જન્મ્યું, ત્યારે તે થોડું હળવું હશે.” પરિવારએ આ બાળકનું નામ ટ્રેન ટિયેન ક્વોક રાખ્યું છે, અને ક્વાને કહ્યું હતું કે માતા અને પુત્ર બંને બિલકુલ તંદુરસ્ત છે. આ બાળક દંપતિનો બીજો પુત્ર છે. પ્રથમ પુત્રનો જન્મ 2013 માં થયો હતો અને તે 4.2 કિલોગ્રામ વજનનો હતો.