Not Set/ સ્મૃતિ ઇરાની મધ્યપ્રદેશથી ઉમેદવારી નોંધાવશે

આગામી 8મી ઓગસ્ટે ગુજરાત રાજ્યસભાની ચૂંટણી યોજાવાની છે. ત્યારે અત્યાર સુધી સ્મૃતિ ઇરાનીનું નામ ગુજરાતમાંથી નિશ્ચિત મનાતું હતું. પરંતુ અત્યારે સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે, તેઓ ગુજરાતમાંથી ઉમેદવારી નોંધાવવાના નથી. તેમની જગ્યાએ ગુજરાતમાંથી પાટીદાર કે પછી ઓબીસી નેતાને સ્થાન મળી શકે છે. આગામી ગુજરાતની ચૂંટણીને ધ્યાનમાં લઈને આ નિર્ણય લેવાયો હોવાનું સૂત્રો પાસેથી જાણવા […]

India

આગામી 8મી ઓગસ્ટે ગુજરાત રાજ્યસભાની ચૂંટણી યોજાવાની છે. ત્યારે અત્યાર સુધી સ્મૃતિ ઇરાનીનું નામ ગુજરાતમાંથી નિશ્ચિત મનાતું હતું. પરંતુ અત્યારે સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે, તેઓ ગુજરાતમાંથી ઉમેદવારી નોંધાવવાના નથી. તેમની જગ્યાએ ગુજરાતમાંથી પાટીદાર કે પછી ઓબીસી નેતાને સ્થાન મળી શકે છે. આગામી ગુજરાતની ચૂંટણીને ધ્યાનમાં લઈને આ નિર્ણય લેવાયો હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. સ્મૃતિ ઇરાની હવે મધ્યપ્રદેશથી ઉમેદવારી નોંધાવશે, તેમ પણ સૂત્રોએ જણાવ્યું હતું. અનિલ માધવ દવેના નિધન પછી ખાલી પડેલી બેઠક પરથી તેઓ ઉમેદવારી નોંધાવી શકે છે.