Not Set/ હરિયાણા : છેડતી મામલે પોલીસે આરોપી વિકાસ બરલા અને તેના સાથીદારોને સમન્સ પાઠવ્યો

ચંડીગઢમાં IASની દીકરી વર્નીકા કુડુંની સાથે થયેલા છેડતી મામલે પોલીસે આરોપી વિકાસ બરલા અને તેના સાથીદારોને તપાસમાં જોડાવ માટે સમન્સ પાઠવ્યો છે. જેમાં આજે 11 વાગ્યે તેમને પૂછપરછ માટે બોલવામાં આવ્યા છે. મંગળવારની સાંજે આરોપી વિકાસે સમન્સ લેવાની ના પાડી હતી ત્યારે પોલીસ દ્વારા તેના સેક્ટર-7 ના ઘરે સમન્સ ચોટાડી દેવામાં આવ્યો હતો..બીજી બાજુ હરિયાણાના વિપક્ષી દળો દ્વારા આ મામલાની તપાસ […]

India

ચંડીગઢમાં IASની દીકરી વર્નીકા કુડુંની સાથે થયેલા છેડતી મામલે પોલીસે આરોપી વિકાસ બરલા અને તેના સાથીદારોને તપાસમાં જોડાવ માટે સમન્સ પાઠવ્યો છે. જેમાં આજે 11 વાગ્યે તેમને પૂછપરછ માટે બોલવામાં આવ્યા છે. મંગળવારની સાંજે આરોપી વિકાસે સમન્સ લેવાની ના પાડી હતી ત્યારે પોલીસ દ્વારા તેના સેક્ટર-7 ના ઘરે સમન્સ ચોટાડી દેવામાં આવ્યો હતો..બીજી બાજુ હરિયાણાના વિપક્ષી દળો દ્વારા આ મામલાની તપાસ માટે CBI તથા વર્તમાન જજથી કરવાની માંગ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે 11સેકન્ડના CCTVના ફૂટેજમાં વાહનમાં બેઠેલા લોકો અને વાહનનો નંબર સ્પષ્ટ જોઈ શકતો નથી. આ સાથેજ પોલીસ અધિકારીઓ અને ચંડીગઢના SSP ઇસ સિંઘલનું કેહવું છે કે તેઓ દ્વારા બીજા પાંચ CCTV ફૂટેજનું તેઓ ઝીણવટભર્યું તપાસ કરી રહ્યા છે. તો બીજી તરફ હરિયાણાના વિપક્ષોએ મહિલાની થયેલ છેડતીની ઘટનાને શરમજનક ગણાવી છે અને વિરોધ પ્રદશન કર્યું.