Not Set/ હરિયાણા, યૂપી વચ્ચે કારમાં ગેંગરેપ!

દિલ્લીના નોઈડામાં એક મહિલાને કારમાં અપહરણ કરીને તેની સાથે ગેંગરેપની સનસનીખેજ ઘટના સામે આવી છે. આરોપીઓએ મહિવાને હરિયાણાના સોહનાથ અપહરણ કરી હતી. બાદમાં ઘટનાને અંજામ આપવા તેને ગ્રેટર નોઈડાના કાસના વિસ્તારમાં ફેંકી દીધી હતી. ગ્રેટર નોઈડા પોલીસે જીરો એફઆઈઆર નોંધી આ ઘટનાની આગળની તપાસ હાથ ઘરી છે.જાણકારોના મતે, હરિયાણાના સોહનાની રહેવાસી 35 વર્ષીય મહિલાને ત્રણ […]

Uncategorized

દિલ્લીના નોઈડામાં એક મહિલાને કારમાં અપહરણ કરીને તેની સાથે ગેંગરેપની સનસનીખેજ ઘટના સામે આવી છે. આરોપીઓએ મહિવાને હરિયાણાના સોહનાથ અપહરણ કરી હતી. બાદમાં ઘટનાને અંજામ આપવા તેને ગ્રેટર નોઈડાના કાસના વિસ્તારમાં ફેંકી દીધી હતી. ગ્રેટર નોઈડા પોલીસે જીરો એફઆઈઆર નોંધી આ ઘટનાની આગળની તપાસ હાથ ઘરી છે.જાણકારોના મતે, હરિયાણાના સોહનાની રહેવાસી 35 વર્ષીય મહિલાને ત્રણ લોકોએ સ્વિફ્ટ કારમાં સોમવારે સાંજે 8.00 વાગે અપહરણ કરી હતી. બાદમાં રાતભર પીડિતાને સોહનાના રસ્તાઓ ઉપર ફેરવી તેની સાથે ગેંગરેપ કરતા રહ્યા હતા. તેના પછી પીડિતાને ગ્રેટર નોઈડાના કાસના વિસ્તારમાં લાવીને ફેંકી દીધ હતી. મંગળવારે સવારે લોકોની નજર આ પીડિતા પર પડી હતી.લોકોએ પડિતાને જોઈને પોલીસને ફોન કરી ઘટનાની જાણ કરી હતી. ઘટના સ્થળે પોલીસ પહોંચીને મહિલાની ફરિયાદ પર જીરો એફઆઈઆર નોંધી હતી. પોલીસે ત્યારબાદ પીડિતાને મેડિકલ તપાસ કરાવવા માટે હોસ્પિટલ મોકલી આપી હતી. અને ત્યારબાદ પોલીસ પીડિતાને લઈને સોહના જઈ રહ છે. પડિતા મૂળ રૂપથી ભરતપુર રાજસ્થાનની રહેવાસી છે. તે લગભગ 10 દિવસ પહેલા સોહના આવી હતી.