Not Set/ હળવદ/ માળીયા હાઈવે પર ટ્રક અને જીપ વચ્ચે સર્જાયો અકસ્માત, 9 લોકો થયા ઇજાગ્રસ્ત

હળવદ-માળીયા હાઈવે ઉપર આવેલ આસ્થા સ્પિનિંગ મિલ નજીક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે.  આજે વહેલી સવારે હળવદ માળીયા હાઈવે પર આવેલ આસ્થા સ્પિનિંગ મિલમા કામ કરતી યુવતીઓને લઈ જીપ આવી રહી હતી ત્યારે આ મીલની સામે જ ટ્રક ચાલકે જીપને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો.   આપને જણાવી દઈએ કે અકસ્માતમાં જીપ ચાલક સહિત નવ […]

Gujarat Others

હળવદ-માળીયા હાઈવે ઉપર આવેલ આસ્થા સ્પિનિંગ મિલ નજીક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે.  આજે વહેલી સવારે હળવદ માળીયા હાઈવે પર આવેલ આસ્થા સ્પિનિંગ મિલમા કામ કરતી યુવતીઓને લઈ જીપ આવી રહી હતી ત્યારે આ મીલની સામે જ ટ્રક ચાલકે જીપને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો.  

આપને જણાવી દઈએ કે અકસ્માતમાં જીપ ચાલક સહિત નવ યુવતીઓ ઈજાગ્રસ્ત થઈ હતી તેઓને સારવાર માટે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. જ્યારે બે યુવતીને વધુ સારવાર માટે સુરેન્દ્રનગર ખસેડવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

અકસ્માતમાં ઈજા પામેલ ના નામ

(1) પ્રવીણ ભાઈ ગોવિંદભાઈ રહે,નિમકનગર-ડ્રાઇવર

(2)રસીલાબેન લઘુભાઈ રહે ગોપાલગઢ

(3)કાજલબેન પ્રવિણભાઇ રહે,કુડા

(4)રંજનબેન રઘાવરભાઈ રહે,નિમકનગર

(5)શ્રધ્ધા બેન ભુપતભાઇ રહે,શક્તિનગર

(6)રેખાબેન અવચરભાઈ રહે,કંકાવટી

(7)રીંકુબેન નન્દુંભાઈ  રહે,ગોપાલગઢ

(8)પાયલબેન મોતીભાઈ રહે, કુડા

(9)રંજનબેન રહે,શક્તિનગર