Not Set/ હાઇસ્પિડ ટ્રેન ટૈલ્ગોનું નિર્માણ ભારતમાં થશે, ટૈલ્ગો માટે બે કારખાના બનાવવામાં આવશેઃ પ્રભુ

નવી દિલ્હીઃ દિલ્હીથી મુંબઇ વચ્ચે ચાલનાર સુપરફાસ્ટ ટૈલ્ગો ટ્રેનનું ફાયનલ ટ્રાઇલ સફળતાપૂર્વક થઇ ગઇ છે. આ ટ્રેને દિલ્હીથી મુંબઇ વચ્ચેનું અંતર ફ્ક્ત 11:48 કલાકમાં કાપ્યું હતું. રેલવે મંત્રી સુરેશ પ્રભુએ આ મામલે જણાવ્યું હતું કે, ટેલ્ગો ટ્રેનનું નિર્માણ ભારતમાં શરૂ થશે. તેમણે જણાવ્યું હતું કે, દેશમાં જલ્દી હાઇસ્પિડ ટૈલ્ગો ટ્રેન દોડશે. ટૈલ્ગોના સફળ ટ્રાયલ બાદ […]

India

નવી દિલ્હીઃ દિલ્હીથી મુંબઇ વચ્ચે ચાલનાર સુપરફાસ્ટ ટૈલ્ગો ટ્રેનનું ફાયનલ ટ્રાઇલ સફળતાપૂર્વક થઇ ગઇ છે. આ ટ્રેને દિલ્હીથી મુંબઇ વચ્ચેનું અંતર ફ્ક્ત 11:48 કલાકમાં કાપ્યું હતું. રેલવે મંત્રી સુરેશ પ્રભુએ આ મામલે જણાવ્યું હતું કે, ટેલ્ગો ટ્રેનનું નિર્માણ ભારતમાં શરૂ થશે.

તેમણે જણાવ્યું હતું કે, દેશમાં જલ્દી હાઇસ્પિડ ટૈલ્ગો ટ્રેન દોડશે. ટૈલ્ગોના સફળ ટ્રાયલ બાદ સરકારે કંપનીને દેશના ટ્રેકો અનુસાર કોચ તૈયાર કરવાનું કહ્યું છે. કોચ તૈયાર કરવા માટે ટૈલ્ગો ભારતમાં જ બે મોટા કારખાના નાખવામાં આવશે. પ્રભુએ જણાવ્યું હતું કે, તેના માટે જમીનનું સંપાદન કરવામાં આવશે. આ કામ પણ તેના અંતિમ પડાપ પર છે.