Not Set/ હાથરસ કાંડ/ જંતર-મંતર પર મોટી સંખ્યામાં એકઠા થયા લોકો, દિલ્હી CM પણ પહોંચ્યા…

  હાથરસ દુષ્કર્મ કેસ બાદ ઉત્તર પ્રદેશમાં રાજકીય પારો ગરમ થઇ ગયો છે. આ મામલે વિરોધનો વંટોળ શુક્રવારે પણ યથાવત રહ્યો છે. દિલ્હીનાં સીએમ અરવિંદ કેજરીવાલ, સીપીએમ જનરલ સેક્રેટરી સીતારામ યેચુરી અને સીપીઆઈ નેતા ડી રાજાએ પણ હાથરસની ઘટનાને લઈને મોડી સાંજે દિલ્હીનાં જંતર મંતર પર વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધો હતો. આ દરમિયાન સીતારામ યેચુરીએ […]

Uncategorized
69fb7e82d376ec97f450f9398f17ad24 1 હાથરસ કાંડ/ જંતર-મંતર પર મોટી સંખ્યામાં એકઠા થયા લોકો, દિલ્હી CM પણ પહોંચ્યા...
 

હાથરસ દુષ્કર્મ કેસ બાદ ઉત્તર પ્રદેશમાં રાજકીય પારો ગરમ થઇ ગયો છે. આ મામલે વિરોધનો વંટોળ શુક્રવારે પણ યથાવત રહ્યો છે. દિલ્હીનાં સીએમ અરવિંદ કેજરીવાલ, સીપીએમ જનરલ સેક્રેટરી સીતારામ યેચુરી અને સીપીઆઈ નેતા ડી રાજાએ પણ હાથરસની ઘટનાને લઈને મોડી સાંજે દિલ્હીનાં જંતર મંતર પર વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધો હતો. આ દરમિયાન સીતારામ યેચુરીએ કહ્યું, “યુપી સરકારને સત્તામાં રહેવાનો કોઈ અધિકાર નથી. અમારી માંગ છે કે ન્યાય મળે.”

જંતર મંતર પર હજારો પ્રદર્શનકારીઓ એકઠા થયા છે. ભીમ આર્મી ચીફ ચંદ્રશેખર અને બોલિવૂડ એક્ટ્રેસ સ્વરા ભાસ્કર પણ જંતર મંતર પર પહોંચી હતી. આ દરમિયાન દિલ્હીનાં સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું કે, આ મુદ્દે રાજકારણ ન થવું જોઈએ. યુપી, મધ્યપ્રદેશ, રાજસ્થાન, મુંબઇ કે દિલ્હીમાં આવી ઘટના શા માટે થવી જોઈએ? દેશમાં દુષ્કર્મની કોઈ ઘટના ન બનવી જોઇએ.” આપને જણાવી દઈએ કે, હાથરસનાં બુલગઢી ગામે શુક્રવારે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મીડિયાનાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકાયો હોવાથી માહોલ ગરમ બન્યો છે. શુક્રવારે ગામની આસપાસ પોલીસ બંદોબસ્તની ભારે તૈનાતી કરી દેવામાં આવી હતી અને સ્થાનિક લોકોની અવર-જવર પર પણ પ્રતિબંધ મૂકાયો હતો. હાથરસનાં એડિશનલ એસપી પ્રકાશ કુમારે જણાવ્યું હતું કે, એસઆઈટી ત્યા તપાસ પૂર્ણ નહીં કરે ત્યાં સુધી ગામમાં મીડિયા પ્રવેશ પર પ્રતિબંધ રહેશે.

વળી આ ઘટના પહેલા, પોલીસે રાજધાની લખનઉમાં વિરોધ કરી રહેલા એસપી કાર્યકરો પર લાઠીચાર્જ કર્યો હતો. વળી અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી (એએમયુ) નાં વિદ્યાર્થીઓએ પણ મહિલાઓ પરનાં ગુનાઓનાં વિરોધમાં દેખાવો કર્યા હતા. હાથરસ ઘટનાનાં વિરોધમાં મૌન વ્રત પર બેસવા જઇ રહેલા સમાજવાદી પાર્ટીનાં કાર્યકર્તાઓએ શુક્રવારે હજરતગંજ વિસ્તારમાં પોલીસે રોકવાનો પ્રયત્ન કર્યો અને જ્યારે તે ન રોકાયા ત્યારે તેમના પર લાઠીચાર્જ કરાયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.