Not Set/ AIIMS નાં રિપોર્ટ પર શિવસેનાએ આપી પ્રતિક્રિયા, સંજય રાઉત બોલ્યા…

ફિલ્મ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત મૃત્યુ મામલે રાજકીય ચર્ચાનો દૌર હજુ પણ ચાલુ છે. દિલ્હી સ્થિત એઈમ્સની રિપોર્ટમાં તે વાતની પુષ્ટિ થઇ છે કે તે આત્મહત્યા હતી. એઇમ્સે કોઈપણ પ્રકારની હત્યા થવાની સંભાવનાને નકારી છે. આ અંગે શિવસેનાનાં સાંસદ સંજય રાઉતે કહ્યું, ‘આ એઈમ્સ ફોરેન્સિક મેડિકલ બોર્ડનાં વડા ડો. સુધીર ગુપ્તાની રિપોર્ટ છે. શિવસેના સાથે […]

Uncategorized
b662c714a26c4c38f12019f79c816ab0 2 AIIMS નાં રિપોર્ટ પર શિવસેનાએ આપી પ્રતિક્રિયા, સંજય રાઉત બોલ્યા...
b662c714a26c4c38f12019f79c816ab0 2 AIIMS નાં રિપોર્ટ પર શિવસેનાએ આપી પ્રતિક્રિયા, સંજય રાઉત બોલ્યા...

ફિલ્મ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત મૃત્યુ મામલે રાજકીય ચર્ચાનો દૌર હજુ પણ ચાલુ છે. દિલ્હી સ્થિત એઈમ્સની રિપોર્ટમાં તે વાતની પુષ્ટિ થઇ છે કે તે આત્મહત્યા હતી. એઇમ્સે કોઈપણ પ્રકારની હત્યા થવાની સંભાવનાને નકારી છે. આ અંગે શિવસેનાનાં સાંસદ સંજય રાઉતે કહ્યું, ‘આ એઈમ્સ ફોરેન્સિક મેડિકલ બોર્ડનાં વડા ડો. સુધીર ગુપ્તાની રિપોર્ટ છે. શિવસેના સાથે તેમનો કોઈ રાજકીય સંબંધ નથી અથવા કોઈ સંબંધ નથી.’

આ પણ વાંચો – કર્ણાટક કોંગ્રેસ અધ્યક્ષ ડી.કે.શિવકુમારનાં ઘરે CBI નાં દરોડા, પૂર્વ CM એ ગણાવી બદલાની રાજનીતિ

તેમણે વધુમાં કહ્યું કે, ‘શરૂઆતથી જ આ મામલામાં મહારાષ્ટ્ર સરકાર અને મુંબઈ પોલીસને બદનામ કરવાનું કાવતરું રચવામાં આવી રહ્યું છે. જો હવે સીબીઆઈ તપાસ પર વિશ્વાસ ન કરવામાં આવે તો અમે અવાક છીએ. સુશાંત સિંહ રાજપૂતનું મોત હત્યા હતું કે આત્મહત્યા, છેલ્લા ઘણા મહિનાઓથી આ સવાલ ઉદ્ભવી રહ્યો છે. પરંતુ હવે સુશાંત સિંહ રાજપૂત મૃત્યુ કેસનાં એઈમ્સ ડોકટરોની પેનલે હત્યા-આત્મહત્યાને લઇને ખુલાસો કરી દીધો છે.

એઈમ્સ પેનલનાં અધ્યક્ષ ડો.સુધીર ગુપ્તાએ કહ્યું કે, સુશાંતસિંહ રાજપૂતની હત્યા કરવામાં આવી નથી, તે આત્મહત્યાનો મામલો છે. એઈમ્સની ટીમ સુશાંત સિંહ રાજપૂતનાં પોસ્ટમોર્ટમ રિપોર્ટની તપાસ કર્યા બાદ આ નિષ્કર્ષ પર પહોંચી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.