Not Set/ હાથરસ કેસ બન્યો રાજકીય રમત, હવે TMC સાંસદે લગાવ્યો પોલીસ પર બ્લાઉઝ ખેંચવાનો આરોપ

  યુપીનાં હાથરસમાં દલિત મહિલા સાથેની અમાનવીયતા બાદ મોતનાં મામલાએ હવે દેશમાં રોષ ઉભો કર્યો છે. આ ઘટના બાદથી રાજકીય પક્ષો સતત હાથરસ પીડિતનાં ઘરે જવાનો પ્રયાસ કરી રહ્યા છે. શુક્રવારે, પશ્ચિમ બંગાળ શાસક પક્ષ તૃણમૂલ કોંગ્રેસનાં નેતાઓએ પણ પીડિત પરિવાર સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો. જો કે પોલીસે તેમને ગામની બહાર રોકી દીધા હતા. દરમિયાન […]

Uncategorized
82cfc44a5373a5f551d71b03442ce574 1 હાથરસ કેસ બન્યો રાજકીય રમત, હવે TMC સાંસદે લગાવ્યો પોલીસ પર બ્લાઉઝ ખેંચવાનો આરોપ
 

યુપીનાં હાથરસમાં દલિત મહિલા સાથેની અમાનવીયતા બાદ મોતનાં મામલાએ હવે દેશમાં રોષ ઉભો કર્યો છે. આ ઘટના બાદથી રાજકીય પક્ષો સતત હાથરસ પીડિતનાં ઘરે જવાનો પ્રયાસ કરી રહ્યા છે. શુક્રવારે, પશ્ચિમ બંગાળ શાસક પક્ષ તૃણમૂલ કોંગ્રેસનાં નેતાઓએ પણ પીડિત પરિવાર સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો. જો કે પોલીસે તેમને ગામની બહાર રોકી દીધા હતા. દરમિયાન ધક્કા-મુક્કીમાં સાંસદ ડેરેક ઓ બ્રાયન રસ્તા પર પડી ગયા હતા, ટીએમસી મહિલા સાંસદ પ્રતિમા મંડલ અને મમતા ઠાકુરે બ્લાઉઝ ખેંચાયો હોવાનો આરોપ લગાવ્યો છે.

શુક્રવારે તૃણમૂલ કોંગ્રેસનું ચાર સભ્યોનું પ્રતિનિધિ મંડળ હાથરસનાં બૂલગઢી ગામની મુલાકાત લેવાનો પ્રયાસ કરી રહ્યું હતું. જિલ્લા વહિવટી ટીમે તેમને રોકવાનો પ્રયાસ કર્યો હતો. જેમા રાજ્યસભાનાં સભ્ય ડેરેક ઓ બ્રાયનની સાથે ધક્કકા-મુક્કી થઇ હતી. જેના કારણે તે જમીન પર પડી ગયા હતા. આ પછી હંગામો થયો હતો. તૃણમૂલનાં નેતા મમતા ઠાકુરે કહ્યું કે, મહિલા પોલીસકર્મીઓએ અમારા બ્લાઉઝ ખેંચ્યા અને અમારા સાંસદ પ્રતિમા મંડલ ઉપર લાઠીચાર્જ કર્યો, અને તેઓ પણ નીચે પડી ગયા.

તેમણે કહ્યું કે, મહિલા પોલીસ દ્વારા મેલ પોલીસે અમારા સાંસદને સ્પર્શ કર્યો. શરમની વાત છે. ડો. કાલોલી ઘોષ દસ્તીદારે કહ્યું કે, ડેરેક ઓ બ્રાયન પર હુમલો થયો છે. જિલ્લા વહીવટ આવુ કેવી રીતે કરી શકે? આ હુમલામાં બ્રાયન પણ ઘાયલ થયો છે. ટીએમસીનાં સાંસદ પ્રતિમા મંડલે કહ્યું કે, ‘અમને મમતા બેનર્જી વતી કથિત દુષ્કર્મનો ભોગ બનેલી પીડિતાનાં પરિવારજનોને મળવા મોકલવામાં આવ્યા હતા, જેથી અમે દુઃખ વ્યક્ત કરી શકીએ. જો કે અમે પોતાનો પરિચય કરાવ્યો, પરંતુ અમને તેમને મળવા દેવાયા ન હોતા અને પોલીસ તરફથી ધક્કા-મુક્કી શરૂ કરાઇ હતી. જો તેઓ એક મહિલા સાંસદનું સમ્માન નથી કરી શકતા તો સામાન્ય લોકોની પરિસ્થિતિની કલ્પના કરો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.