Not Set/ દિલ્હી મેડિકલ એસોસિએશનનો કેજરીવાલ પર આરોપ, કહ્યું-ડોકટરો અને હોસ્પિટલોને ધમકાવવું નિંદનીય

દિલ્હી મેડિકલ એસોસિએશને એક નિવેદન જારી કરીને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર નિશાન સાધ્યું છે. એસોસિએશને પોતાના નિવેદનમાં અરવિંદ કેજરીવાલને હોસ્પિટલોમાં ધમકાવવા અને ડોક્ટરોને ચેતવણી આપવા બદલ નિંદા કરી છે. સીએમ કેજરીવાલે શનિવારે કોરોના વાયરસના દર્દીને બેડ આપવાનો ઇનકાર કરવા અથવા બેડનું બ્લેક માર્કેટિંગને લઈને હોસ્પિટલને ચેતવણી આપી હતી. એસોસિએશને કહ્યું, ” જે રીતે મુખ્યમંત્રીએ કોરોના […]

Uncategorized
93129795e53cec96b2aa85083d0bb082 દિલ્હી મેડિકલ એસોસિએશનનો કેજરીવાલ પર આરોપ, કહ્યું-ડોકટરો અને હોસ્પિટલોને ધમકાવવું નિંદનીય
93129795e53cec96b2aa85083d0bb082 દિલ્હી મેડિકલ એસોસિએશનનો કેજરીવાલ પર આરોપ, કહ્યું-ડોકટરો અને હોસ્પિટલોને ધમકાવવું નિંદનીય

દિલ્હી મેડિકલ એસોસિએશને એક નિવેદન જારી કરીને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર નિશાન સાધ્યું છે. એસોસિએશને પોતાના નિવેદનમાં અરવિંદ કેજરીવાલને હોસ્પિટલોમાં ધમકાવવા અને ડોક્ટરોને ચેતવણી આપવા બદલ નિંદા કરી છે. સીએમ કેજરીવાલે શનિવારે કોરોના વાયરસના દર્દીને બેડ આપવાનો ઇનકાર કરવા અથવા બેડનું બ્લેક માર્કેટિંગને લઈને હોસ્પિટલને ચેતવણી આપી હતી. એસોસિએશને કહ્યું, ” જે રીતે મુખ્યમંત્રીએ કોરોના દર્દીને દાખલ કરવા અને ટેસ્ટને લઈને ડોકટરોને ચેતવણી આપી છે અને હોસ્પિટલોને ધમકાવી છે, દિલ્હી મેડિકલ એસોસિએશન તેની નિંદા કરે છે.”

એસોસિએશન દ્વારા જારી કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “મહામારીના આ સમયમાં જે ડોકટરો છેલ્લા 2 મહિનાથી સતત પોતાનો જીવ જોખમમાં મૂકી અને દિલ્હીની જનતાની સેવા કરી રહી છે. તે તેમની સાથે  થી રહેલ વર્તનથી અપમાનિત અનુભવી રહ્યા છે.” હોસ્પિટલો હેલ્થકેરની કરોડરજ્જુ છે અને કોવિડ અને નોન કોવિડ દર્દીઓ બંનેની સારવાર કરી રહી છે. તેમને સજા આપવામાં આવી રહી છે અને સરકાર તેમના પ્રયત્નોની પ્રશંસા કરવાને બદલે દરરોજ નવા ફરમાન જારી કરી રહી છે. ‘

‘તેમની ક્ષમતા કરતા વધારે કામ કરી રહ્યા છે ડોકટર’

એસોસિએશને સર ગંગારામ હોસ્પિટલના અધિકારીઓ સામે નોંધાયેલા પોલીસ કેસની નિંદા પણ કરી હતી. એક નિવેદનમાં એસોસિએશને જણાવ્યું હતું કે, સર ગંગારામ હોસ્પિટલ અને તેના ડોકટરોએ છેલ્લા ઘણા દાયકાઓમાં લાખો લોકોના જીવ બચાવ્યા હતા, આજે તેમને ધમકી આપવામાં આવી રહી છે અને સજા આપવામાં આવી રહી છે.

ડીએમએ આરોગ્ય કર્મચારીઓને આ રીતે ધમકાવવા બદલ વખોડે છે. આ મહામારીના સમયમાં તણાવપૂર્ણ પરિસ્થિતિઓમાં દિલ્હીના ડોકટરો તેમની ક્ષમતા કરતા વધારે કામ કરી રહ્યા છે અને સરકાર આરોગ્ય સંભાળ પ્રણાલી પર બિનજરૂરી દબાણ લાવી રહી છે.

સર ગંગારામ હોસ્પિટલ સામે થઇ હતી FIR

નિવેદનમાં એસોસિએશને 15,000 સભ્યોના સમર્થનનો દાવો કરીને સંકલન સમિતિની રચના કરવાની માંગ કરી છે. આ પહેલા દિલ્હી સરકારે ખાનગી હોસ્પિટલ સર ગંગારામ હોસ્પિટલ સામે એફઆઈઆર નોંધી છે. આ કેસ દિલ્હી સરકારના આરોગ્ય વિભાગના નાયબ સચિવની ફરિયાદ પર નોંધવામાં આવ્યો છે. સર ગંગારામ હોસ્પિટલ સામે સરકારી હુકમના ભંગનો કેસ નોંધવામાં આવ્યો છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.