Not Set/ તાન્ઝાનિયામાં હોડી પલટી જતાં 44 વ્યક્તિનાં મોતઃ 400 મુસાફરો હતા સવાર

કમ્પાલા: આફ્રિકન દેશ તાન્ઝાનિયામાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. તાન્ઝાનિયાના વિક્ટોરિયા લેકમાં એક હોડી પલટી ગઈ હતી, જેના કારણે ૪૪ વ્યક્તિના મોત નીપજ્યાં છે. હોડીમાં ક્ષમતા કરતાં વધુ મુસાફરો સવાર હતા. હાલમાં સ્થાનિક તંત્ર દ્વારા બચાવ અભિયાન હાથ ધરાયું હતું પરંતુ અંધારું થઈ જવાના કારણે બચાવ અભિયાન અટકાવી દેવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, […]

World Uncategorized
44 people dead in Tanzania boat Sank : 400 passengers were on the ferry

કમ્પાલા: આફ્રિકન દેશ તાન્ઝાનિયામાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. તાન્ઝાનિયાના વિક્ટોરિયા લેકમાં એક હોડી પલટી ગઈ હતી, જેના કારણે ૪૪ વ્યક્તિના મોત નીપજ્યાં છે. હોડીમાં ક્ષમતા કરતાં વધુ મુસાફરો સવાર હતા. હાલમાં સ્થાનિક તંત્ર દ્વારા બચાવ અભિયાન હાથ ધરાયું હતું પરંતુ અંધારું થઈ જવાના કારણે બચાવ અભિયાન અટકાવી દેવામાં આવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, તાન્ઝાનિયાના વિક્ટોરિયા લેકમાં એક હોડી પલટી ગઈ હોવાની ઘટના બની હતી, જેના કારણે ૪૪ વ્યકિત મૃત્યુ પામ્યા હોવાના સમાચાર સામે આવ્યા છે. એક અહેવાલ મુજબ તાન્ઝાનિયા, કેન્યા અને યુગાન્ડા તથા આફ્રિકામાં પસાર થતા સૌથી મોટા વિક્ટોરિયા લેકના બે દ્વીપ વચ્ચે આ દુર્ઘટના સર્જાઈ હોવાનું જાણવા મળ્યું છે.

સ્થાનિક મીડિયાના જણાવ્યા અનુસાર આ હોડીમાં કેટલા વ્યક્તિઓ સવાર હતા, તેની કોઈ સ્પષ્ટ જાણકારી મળી શકી નથી, પરંતુ એવું માનવામાં આવી રહ્યું છે કે, આ હોડીમાં ક્ષમતા કરતાં વધુ લોકો સવાર હતા. નાવમાં લગભગ ૪૦૦થી ૫૦૦ વ્યક્તિઓ મુસાફરી કરી રહ્યા હતા.

ઈમર્જન્સી રિસ્પોન્સ ટીમ દ્વારા આ દરમિયાન ૩૭ લોકોને બચાવી લીધા હતા. ક્ષેત્રિય આયોગ જોન માંગેલાએ સ્થાનિક તાન્ઝાનિયા ટીવી ચેનલ આઈટીવીને જણાવ્યું હતું કે, અંધારું હોવાના કારણે બચાવ અભિયાન રોકી દેવામાં આવ્યું છે. સવારે ફરી એક વખત આ અંગે બચાવ અભિયાન શરૂ કરવામાં આવશે

પૂર્વ આફ્રિકી દેશમાં હોડી દુર્ઘટનાઓ સામાન્ય બાબત છે. અહીં ઘાટ પર હંમેશાં ભીડભાડ વધુ રહે છે અને તે અસુરક્ષિત હોય છે. ૧૯૯૬માં એમવી બુકોબા ફેરી બોટ ડૂબવાની ઘટનામાં ૮૦૦થી વધુ વ્યક્તિ મૃત્યુ પામ્યા હતા. ગત સદીની સૌથી ભીષણ નૌકા દુર્ઘટનામાં તેનો સમાવેશ થયો હતો.