Not Set/ દિલ્હીમાં નિર્ભયા રિટર્ન્સ? ગંભીર હાલતમાં બાળકી મળી, હોસ્પિટલમાં દાખલ

દિલ્હીના પશ્ચિમ વિહાર વિસ્તારમાં અજાણ્યા શખ્સે 12 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે. પોલીસે જણાવ્યું કે આ ઘટના મંગળવારે બની હતી અને પીડિતાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં તેની હાલત નાજુક હોવાનું જણાવાયું છે. પીડિતના શરીર પર ઈજાના નિશાન છે. તેને પર થઇ રહેલા અત્યાચારનો વિરોધ કરવા પર ન માત્ર તેના […]

Uncategorized
48859c4ecc0ab30daca1a02562c8cb36 1 દિલ્હીમાં નિર્ભયા રિટર્ન્સ? ગંભીર હાલતમાં બાળકી મળી, હોસ્પિટલમાં દાખલ

દિલ્હીના પશ્ચિમ વિહાર વિસ્તારમાં અજાણ્યા શખ્સે 12 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે. પોલીસે જણાવ્યું કે આ ઘટના મંગળવારે બની હતી અને પીડિતાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં તેની હાલત નાજુક હોવાનું જણાવાયું છે. પીડિતના શરીર પર ઈજાના નિશાન છે. તેને પર થઇ રહેલા અત્યાચારનો વિરોધ કરવા પર ન માત્ર તેના માથા અને શરીર પર કાતર વડે હુમલો કરવામાં, પરંતુ આશંકા છે કે નિર્ભયા જેવી ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે.

લોહીલુહાણ બાળકીને મૃત સમજીને આરોપી ત્યાંથી ફરાર થઇ ગયો. આરોપીને શોધી કાઢવા માટે પોલીસ પડોશીઓની પૂછપરછ સાથે નજીકના સીસીટીવી કેમેરાના ફૂટેજ સ્કેન કરી રહી છે. પોલીસે જણાવ્યું કે તેમને મંગળવારે સાંજે આ ઘટના વિશે માહિતી મળી. લોહીથી લથપથ થયેલ પીડિતાને જોઇને પડોશીઓએ પોલીસને અને તેના માતા-પિતાને જાણ કરી હતી.

પીડિતાને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી જ્યાંથી પ્રાથમિક સારવાર બાદ તેને એઈમ્સ રિફર કરાઈ હતી. કહેવાઈ રહ્યું છે કે આ પરિવાર મૂળ બિહારનો છે. જે બિલ્ડિંગમાં કુટુંબ રહે છે તે ત્રણ માળનું છે જેમાં 25 જેટલા નાના ઓરડાઓ છે.

પોલીસે સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (આઉટર દિલ્હી) એ કોએને જણાવ્યું હતું કે, અમને મંગળવારે સાંજે પશ્ચિમ વિહાર પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં સગીર યુવતીની પજવણી વિશે જાણ કરવામાં આવી હતી. આ કેસમાં કલમ 307 (ખૂનનો પ્રયાસ) અને પોક્સો એક્ટ હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે અને આગળની તપાસ હાથ ધરી છે.

પોલીસે જણાવ્યું હતું કે, પ્રાથમિક તપાસમાં બાળકીના માતા-પિતા ઘરે હાજર ન હતા તે સમયે આ બનાવ બન્યો હતો. પોલીસના કહેવા મુજબ, તેણીના કપાળ અને ચહેરા પર તીક્ષ્ણ વસ્તુથી ઘણી વખત હુમલો થયો હતો. આરોપી સ્થળ પરથી ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો.

તેમણે કહ્યું કે આરોપીને ઓળખવા માટે આસપાસના સીસીટીવી ફૂટેજ શોધવામાં આવી રહ્યા છે. તે જ સમયે, દિલ્હી મહિલા પંચે આ મામલે પોલીસને નોટિસ ફટકારી છે અને આ ઘટના અંગે 8 ઓગસ્ટ સુધી વિસ્તૃત એક્શન રિપોર્ટ મંગાવ્યો છે.

 નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.