Not Set/ હાથરસ મામલે રાજકારણ ગરમાયું, રાહુલ-પ્રિયંકાની પોલીસે કરી અટકાયત

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીના કાફલાને ગ્રેટર નોઈડા એક્સપ્રેસ વે પર રોકી દેવામાં આવ્યો હતો. આ પછી બંને નેતાઓ હાથરસ જવા પગપાળા નીકળ્યા હતા. આ પછી પોલીસે રાહુલને રોકવા દબાણ કર્યું. આ પછી રાહુલ ગાંધી જમીન પર પડ્યા. યુપી પોલીસની આ વર્તન અંગે રાહુલ ગાંધીએ કહ્યું કે વહીવટ ગમે તેટલો અટકાવે પણ તેઓ […]

Uncategorized
c5177615fa78dc00d45f0b8a080c30da 1 હાથરસ મામલે રાજકારણ ગરમાયું, રાહુલ-પ્રિયંકાની પોલીસે કરી અટકાયત

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીના કાફલાને ગ્રેટર નોઈડા એક્સપ્રેસ વે પર રોકી દેવામાં આવ્યો હતો. આ પછી બંને નેતાઓ હાથરસ જવા પગપાળા નીકળ્યા હતા. આ પછી પોલીસે રાહુલને રોકવા દબાણ કર્યું. આ પછી રાહુલ ગાંધી જમીન પર પડ્યા. યુપી પોલીસની આ વર્તન અંગે રાહુલ ગાંધીએ કહ્યું કે વહીવટ ગમે તેટલો અટકાવે પણ તેઓ હાથરસ જશે.

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રાને યુપી પોલીસે અટકાયતમાં લીધા હતા. યુપી પોલીસે બંને નેતાઓને પગપાળા  હાથરસ જતા અટકાવ્યા હતા. આ દરમિયાન કોંગ્રેસના કાર્યકરો અને યુપી પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. રાહુલ ગાંધીએ કહ્યું કે હું હાથરસના પીડિત પરિવારને મળવા જઈ રહ્યો છું, આ મને રોકી નહીં શકે.

Rahul Gandhi Says, police pushed me, lathicharged me and threw me to the ground

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે, પોલીસે માત્ર મને ધક્કો માર્યો, મારા ઉપર લાઠી-ચાર્જ કર્યો અને મને જમીન પર ફેંકી દીધા. મારે પૂછવું છે કે શું ફક્ત મોદીજી જ આ દેશમાં ચાલી શકે? શું સામાન્ય વ્યક્તિ ચાલી શકતો નથી? અમારું વાહન રોકવામાં આવ્યું હતું, તેથી અમે ચાલવાનું શરૂ કર્યું. ”

આ પહેલા, પ્રિયંકા ગાંધીએ હાથરસમાં જતા સમયે યોગી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. પ્રિયંકાએ કહ્યું કે યુપીમાં મહિલાઓ પર અત્યાચાર વધી રહ્યા છે. તેમણે કહ્યું કે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મહિલાઓની જવાબદારી લેવાની રહેશે.

પ્રિયંકાએ એમ પણ કહ્યું હતું કે રાજ્યની મહિલાઓ યોગી રાજ હેઠળ અસલામતી અનુભવે છે. તેમણે પૂછ્યું કે કયા ધર્મમાં લખ્યું છે કે કોઈની પુત્રીના અંતિમ સંસ્કાર તેના પિતાને કરવા દેવા જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.