Not Set/ હિંમતનગર/ જેલ ખાતે ડોકટરો કર્યું કેદીઓનું સ્ક્રીનીંગ તો આ રીતે કરાયા સમ્માનિત

સમગ્ર વિશ્વમાં કોરોનાનો પ્રકોપ ચાલી રહ્યો છે ત્યારે કોરોના સામે લડી રહેલા પ્રથમ હરોળના યોધ્ધાઓનુ એવા ડોક્ટરો અને આરોગ્ય કર્મિઓનું ઠેર-ઠેર સન્માન કરવામાં આવી રહ્યું છે. ત્યારે  સાબરકાંઠા જિલ્લા જેલ હિંમતનગર ખાતે કેદીઓને આરોગ્યલક્ષી સેવા પુરી પાડતા ડોક્ટરોનુ પુષ્પ વર્ષા કરી સન્માનીત કરાયા હતા. સાબરકાંઠા જિલ્લામાં કોરોના સંક્ર્મણનો ફેલાવો ના થાય તેમ માટે  દર્દીઓની દિવસ-રાત […]

Gujarat Others
21529424e8a60ef1046c5ca29d127315 હિંમતનગર/ જેલ ખાતે ડોકટરો કર્યું કેદીઓનું સ્ક્રીનીંગ તો આ રીતે કરાયા સમ્માનિત

સમગ્ર વિશ્વમાં કોરોનાનો પ્રકોપ ચાલી રહ્યો છે ત્યારે કોરોના સામે લડી રહેલા પ્રથમ હરોળના યોધ્ધાઓનુ એવા ડોક્ટરો અને આરોગ્ય કર્મિઓનું ઠેર-ઠેર સન્માન કરવામાં આવી રહ્યું છે. ત્યારે  સાબરકાંઠા જિલ્લા જેલ હિંમતનગર ખાતે કેદીઓને આરોગ્યલક્ષી સેવા પુરી પાડતા ડોક્ટરોનુ પુષ્પ વર્ષા કરી સન્માનીત કરાયા હતા.

સાબરકાંઠા જિલ્લામાં કોરોના સંક્ર્મણનો ફેલાવો ના થાય તેમ માટે  દર્દીઓની દિવસ-રાત સારવાર કરતા આ ડોક્ટરો અને આરોગ્ય કર્મિઓને હિંમતનગર જેલ ખાતે પુષ્પ વર્ષાથી સન્માનીત કરાયા હતા. હિંમતનગર જેલના દર્દીઓને આરોગ્યલક્ષી સેવા પુરી પાડી રહેલા હિંમતનગર સિવીલ હોસ્પિટલના આર.એમ.ઓ  ડો. એન.એમ.શાહે કોરોના અંતર્ગત  જેલમાં લેવામાં આવેલા તકેદારીનુ નિરિક્ષણ કર્યું હતું.

આ સમયે દરેક કેદીઓના મેડિકલ સ્ક્રિનીંગ, જેલના કર્મચારીઓનુ રોજેરોજનું સ્ક્રિનીંગ, કેદીઓને પુરા પાડવામાં આવેલ માસ્ક, આર્સેનિક દવા, આયુર્વેદિક ઉકાળા, જેલની કોરન્ટાઇન બેરેક, આઇસોલેશન વોર્ડ જેલની સાફસફાઇ તેમજ કેદીઓને આપવામાં આવેલ  ડેટોલ સાબુ જેવી  બાબતોનુ નિરિક્ષણ કરી જેલ પ્રશાસનની કામગીરી બિરદાવી જેલ સ્ટાફને અભિનંદન પાઠવ્યા હતા.

આ પ્રસંગે ઉપસ્થિત ડો.વર્મા, ડો. સિદ્દિકિ, ડો.એ.આર. રાજપુરા અને અન્ય આરોગ્ય કર્મિઓનુ  જેલ ઇન. અધિક્ષક પી.જે. ચાવડા જેલ સ્ટાફ  અને કેદીઓ  દ્રારા પુષ્પ વર્ષા કરી સન્માનીત કરાયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવીમોબાઇલ એપ્લિકેશન