Not Set/ 10 લાખ કરતા વધુ આવક ધરાવતા લોકોની સબસિડી થશે બંધો, વાંચો અહેવાલ

નવી દિલ્હીઃ ઇનકમ ટેક્સ વિભાગે ટૂંકમાં જ 10 લાખ રૂપિયાથી વધારે વાર્ષિક આવક ધરાવતા કરદાતાઓની વ્યક્તિગત જાણકારી જેમ કે, પાન, રહેઠાણનું સરનામું અને મોબાઈલ નંબર ઓઈલ મંત્રાલયને ઉપલબ્ધ કરાવશે. સરકાર દ્વારા આ નિર્ણય ઉચ્ચ આવક ધરાવતા વર્ગની એલપીજી સબસિડી બંધ કરવા માટે લેવામાં આવ્યો છે. સરકારી વિભાગોની વચ્ચે સત્તાવાર સમજૂતી અંતર્ગત ટેક્સ અધિકારી કરદાતાઓની જન્મ […]

Uncategorized

નવી દિલ્હીઃ ઇનકમ ટેક્સ વિભાગે ટૂંકમાં જ 10 લાખ રૂપિયાથી વધારે વાર્ષિક આવક ધરાવતા કરદાતાઓની વ્યક્તિગત જાણકારી જેમ કે, પાન, રહેઠાણનું સરનામું અને મોબાઈલ નંબર ઓઈલ મંત્રાલયને ઉપલબ્ધ કરાવશે. સરકાર દ્વારા આ નિર્ણય ઉચ્ચ આવક ધરાવતા વર્ગની એલપીજી સબસિડી બંધ કરવા માટે લેવામાં આવ્યો છે. સરકારી વિભાગોની વચ્ચે સત્તાવાર સમજૂતી અંતર્ગત ટેક્સ અધિકારી કરદાતાઓની જન્મ તારીખ, જાતી, ઈ-મેલ આઈડી, રહેણાંકનો ફોન નંબર અને તમામ ઉપલબ્ધ સરનામાં આપશે જેથી ઓઈલ મંત્રાલય આવા પરિવારની સબસિડી સંપૂર્ણ રીતે બંધ કરી શકે. એવા લોકની સબસિડી બંધ કરવામાં આવશે જેમની વાર્ષિક આવક 10 લાખ રૂપિયાથી વધારે છે અને તેમણે અત્યાર સુધી સ્વૈચ્છિક સબસિડી નથી છોડી.