Kuwait Fire Tragedy/ કુવૈતમાં અગ્નિકાંડ પછી ગેરકાયદેસર રહેતા 10 ગુજરાતીઓની ધરપકડ

કુવૈતમાં અગ્નિકાંડ પછી ગેરકાયદેસર રીતે રીતે રહેનારા લોકો પર તવાઈ આવી છે. કુવૈતમાં 12 જૂનના રોજ થયેલા અગ્નિકાંડમાં આગ લાગતા 50 લોકોના મોત નીપજ્યા હતા. તેમા 45 ભારતીયો સામેલ હતા. બધા શ્રમિકો એક જ બિલ્ડિંગમાં રહેતા હતા.

Top Stories Gujarat

નવી દિલ્હીઃ કુવૈતમાં અગ્નિકાંડ પછી ગેરકાયદેસર રીતે રીતે રહેનારા લોકો પર તવાઈ આવી છે. કુવૈતમાં 12 જૂનના રોજ થયેલા અગ્નિકાંડમાં આગ લાગતા 50 લોકોના મોત નીપજ્યા હતા. તેમા 45 ભારતીયો સામેલ હતા. બધા શ્રમિકો એક જ બિલ્ડિંગમાં રહેતા હતા.

આ આગકાંડના પગલે જાગેલી કુવૈત પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. આ તપાસમાં જાણવા મળ્યું હતું કે આ બિલ્ડિંગમાં અનેક લોકો ગેરકાયદેસર રીતે રહેતા હતા. તેમા કેટલાક ગુજરાતીઓ પણ ગેરકાયદેસર રહેતા હોવાનું સામે આવ્યું છે. આવા ગેરકાયદેસર રીતે રહેતા દસ ગુજરાતીઓની પોલીસે ધરપકડ કરી છે.

પકડાયેલા બધા ગુજરાતી મોઢ પટેલ છે. તેમના નામ અનુક્રમે હિમાંશુ રસિકલાલ મોઢ પટેલ, અલ્પેશભાઈ રમણલાલ મોઢ પટેલ, બિપીનકુમાર શિવલાલ મોઢ પટેલ, મિલનકુમાર દિનેશભાઈ મોઢ પટેલ, નીલવ અશોકભાઈ મોઢ પટેલ, લલિતભાઈ દેવચંદભાઈ મોઢ પટેલ, નટવરલાલ ભીમજીભાઈ મોઢ પટેલ, બિપીનભાઈ, કોદરભાઈ મોઢ પટેલ, વિવેકભાઈ ખેમજીભાઈ મોઢ પટેલ છે.

કુવૈતમાં આ રીતે આગ લાગવાની ઘટના બહુ મોટી છે. તેના પગલે પોલીસે હવે ગેરકાયદેસર રહેનારાઓ પર તવાઈ બોલાવી છે. પોલીસે ગેરકાયદેસર રીતે રહેનારાઓને પકડવાનું શરૂ કર્યુ છે. તેથી આવા લોકો રહેતા હોય તે ઇમારતો ખાલી કરાવવામાં આવી રહી છે. પકડાયેલા બધા ગુજરાતીઓ સાબરકાંઠાના વિજયનગરના રહેવાસી હોવાનું જાણવા મળી રહ્યું છે. કુવૈતમાં દઢવાવના કલાલ કુટુંબના સભ્યોની અટકાયત કરવામાં આવી છે.

ગુજરાતીઓની ધરપકડ થતાં તેમનો અહીં રહેતો પરિવાર ચિંતાતુર થયો છે. તેઓએ કુટુંબના લોકોને છોડાવવા સરકાર સમક્ષ ધા નાખી છે. આ અંગે રમણભાઈ કુરજીભાઈ મોઢ પટેલે  પીએમ નરેન્દ્ર મોદી, વિદેશપ્રધાન એસ જયશંકર, સાબરકાંઠાના સાંસદ શોભના બારૈયા અને રાજ્યસભાના સાંસદ રમીલા બારાને પત્ર લખીને આ લોકોને મુક્ત કરવા માંગ કરી છે. ભારતીય રાજદૂતાવાસ પણ અટકાયેલા ગુજરાતીઓને છોડાવવા સક્રિય બન્યો છે. પણ તે છૂટે નહી ત્યાં સુધી કુટુંબમાં ચિંતાનું વાતાવરણ રહેવાનું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: વડોદરામાં બેદરકાર સ્કૂલ વાનચાલકને પોલીસે ઝડપ્યો

આ પણ વાંચો: અમદાવાદમાં ભગવાન જગન્નાથની 147મી જળયાત્રા નીકળી, ભક્તોમાં થનગનાટ

આ પણ વાંચો: ગુજરાતમાં દારૂબંધી નામમાત્ર, ખેડામાં દારૂ ઝડપાયો