Not Set/ 10 વર્ષ પહેલા આજનાં દિવસે ટીમ ઈન્ડિયાએ જીત્યો હતો વિશ્વકપ, સચિનનું સપનુ થયુ હતુ પૂરુ, Video

ભારતીય ક્રિકેટ માટે આજનો દિવસ ઘણો ખાસ છે. મહેન્દ્રસિંહ ધોનીની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયાએ 28 વર્ષ પછી આજનાં જ દિવસે વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો.

Sports
1 18 10 વર્ષ પહેલા આજનાં દિવસે ટીમ ઈન્ડિયાએ જીત્યો હતો વિશ્વકપ, સચિનનું સપનુ થયુ હતુ પૂરુ, Video

ભારતીય ક્રિકેટ માટે આજનો દિવસ ઘણો ખાસ છે. મહેન્દ્રસિંહ ધોનીની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયાએ 28 વર્ષ પછી આજનાં જ દિવસે વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. આ સાથે ધોનીની કેપ્ટનશીપમાં સચિનનું વર્ષો જુનું સપનું પણ પૂરું થયું હતુ.

https://twitter.com/AmoghMoholkar/status/1377696264502923264?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1377696264502923264%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.livehindustan.com%2Fcricket%2Fstory-on-this-day-10-years-ago-india-won-icc-world-cup-with-ms-dhoni-six-watch-video-3950156.html

Cricket / Yo-Yo ટેસ્ટ પર સેહવાગ- જો આ ટેસ્ટ પહેલા થતા હોત તો સચિન-સૌરવ ક્યારે ન કરી શકતા પાસ

2011 વર્લ્ડકપની અંતિમ મેચમાં કેપ્ટન ધોનીએ અણનમ 91 રન બનાવ્યા હતા અને ટીમ ઈન્ડિયાને સિક્સ ફટકારી જીત અપાવી હતી. ધોનીનાં તે છક્કાનાં પડઘા 10 વર્ષ પછી પણ દરેક ફેન્સને સંભળાઇ રહ્યા છે. આજે પણ જ્યારે કોઈ ભારતીય ક્રિકેટ ફેન્સ તે છક્કાનો વીડિયો જુએ છે, ત્યારે તેના રૂવાટા ઉભા થઈ જાય છે અને આંખો ભરાઇ જાય છે. આ અંતિમ મેચ આજથી બરાબર 10 વર્ષ પહેલાં 2 એપ્રિલ, 2011 નાં રોજ મુંબઇનાં વાનખેડે સ્ટેડિયમમાં રમાઇ હતી. આ મેચમાં ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાને 275 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. લક્ષ્યનો પીછો કરતા બેટિંગ દરમિયાન ટીમ ઇન્ડિયાએ વિરેન્દ્ર સેહવાગ અને સચિન તેંડુલકરની 31 રનમાં જ વિકેટ ગુમાવી દીધી હતી. લસિથ મલિંગા જબરદસ્ત બેટિંગ કરી રહ્યો હતો. આ પછી ગૌતમ ગંભીરે વિરાટ કોહલીની સાથે મળીને ભારતીય ઇનિંગ્સ સંભાળી હતી. ગંભીરે તે મેચમાં યાદગાર 97 રન બનાવ્યા હતા, જો કે તે પોતાની સદીથી 3 ચુકી ગયો હતો.

https://twitter.com/BhavyaDhoni/status/1377695530269151232?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1377695530269151232%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.livehindustan.com%2Fcricket%2Fstory-on-this-day-10-years-ago-india-won-icc-world-cup-with-ms-dhoni-six-watch-video-3950156.html

કેપ્ટન કૂલ / દબાણનો સામનો કરીને પણ ધોની રહે છે શાંત, આ તેની ખાસિયત છે, જાણો કોણે આપ્યું આ નિવેદન

આ મેચમાં વિરાટ કોહલીએ 35 રનનું યોગદાન આપ્યું હતું. ધોની અને યુવરાજ સિંહ અણનમ પરત ફર્યા હતા. ધોનીએ 79 બોલમાં આઠ ચોક્કા અને બે છક્કાની મદદથી અણનમ 91 રન બનાવ્યા હતા. મેચની વાત કરીએ તો શ્રીલંકાએ ટોસ જીતીને ટીમ ઈન્ડિયા સામે પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. શ્રીલંકાએ મહેલા જયવર્દનેની સદી અને કુમાર સંગાકારાની 48 રનની ઇનિંગ્સનાં દમપર 50 ઓવરમાં છ વિકેટે 274 રન બનાવ્યા હતા. તેના જવાબમાં ટીમ ઈન્ડિયાએ 48.2 ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને 277 રન બનાવીને ઐતિહાસિક વિજય નોંધાવ્યો હતો.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ