Cricket/ Yo-Yo ટેસ્ટ પર સેહવાગ- જો આ ટેસ્ટ પહેલા થતા હોત તો સચિન-સૌરવ ક્યારે ન કરી શકતા પાસ

પૂર્વ ભારતીય ક્રિકેટર અને તોફાની બેટ્સમેન વિરેન્દ્ર સેહવાગ જે રીતે મેદાનમાં ચોક્કા-છક્કા ફટકારી ચર્ચામાં રહેતા હતા, તેવી જ રીતે તેઓ આજે પોતાના મંતવ્યોને લઇને ચર્ચામાં બની રહે છે.

Sports

પૂર્વ ભારતીય ક્રિકેટર અને તોફાની બેટ્સમેન વિરેન્દ્ર સેહવાગ જે રીતે મેદાનમાં ચોક્કા-છક્કા ફટકારી ચર્ચામાં રહેતા હતા, તેવી જ રીતે તેઓ આજે પોતાના મંતવ્યોને લઇને ચર્ચામાં બની રહે છે. તેઓ અવાર-નવાર ક્રિકેટને લઇને પોતાના મંતવ્ય જનતા સમક્ષ રજૂ કરતા રહે છે. વિરેન્દ્ર સેહવાગે હવે એકવાર ફરી એક મોટું નિવેદન આપી સૌ કોઇને ચોંકાવી દીધા છે.

કેપ્ટન કૂલ / દબાણનો સામનો કરીને પણ ધોની રહે છે શાંત, આ તેની ખાસિયત છે, જાણો કોણે આપ્યું આ નિવેદન

વિરેન્દ્ર સેહવાગે યો-યો ટેસ્ટ પાસ કરવા અંગે પોતાની પ્રતિક્રિયા આપી છે. છેલ્લા ઘણા વર્ષોથી ભારતીય ટીમમાં પસંદગી માટે યો-યો ટેસ્ટ ફરજિયાત માપદંડ બની ગયું છે અને ભારતનાં ભૂતપૂર્વ બેટ્સમેન વિરેન્દ્ર સેહવાગ ખેલાડીઓનાં કૌશલ્ય સ્તર પર પ્રાથમિકતા આપવામાં આવતા ફિટનેશ ટેસ્ટથી ખુશ નથી. વિરેન્દ્ર સેહવાગે પોતાના સમયમાં આ ટેસ્ટ હોવાની સ્થિતિનો અનુમાન લગાવતા સચિન તેંડુલકર અને સૌરવ ગાંગુલીને લઇને પ્રતિક્રિયા આપી છે. ક્રિકબઝ સાથે વાત કરતાં સેહવાગે કહ્યું કે હું તમને એક વાત કહેવા માંગુ છું, અહીં અમે યો-યો ટેસ્ટ વિશે વાત કરી રહ્યા છીએ, હાર્દિક પંડ્યાની પાસે રનિંગનો મામલો નથી, તેની બોલિંગનાં કારણે તેની પાસે વર્કલોડ છે.

IPL થશે તો ખરાને! / ટૂર્નામેન્ટની શરૂઆત પહેલા સંકટનાં વાદળ, હવે આ ખેલાડીનો કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટિવ

જો કે બીજી તરફ અશ્વિન અને (વરૂણ) ચક્રવર્તી યો-યો પાસ થયા નથી તેથી તેઓ અહીં (ટીમમાં) નથી. પરંતુ હું આ બધા સાથે સહમત નથી, જો આ માપદંડ પહેલાથી જ હોત, તો સચિન તેંડુલકર, વીવીએસ લક્ષ્મણ અને સૌરવ ગાંગુલી તે પસાર ન કરી શક્યા હોત. મેં તેમને બીપ ટેસ્ટ પાસમાં જોયા નથી. તે હંમેશાં 12.5 નાં ગુણથી ઓછામાં રહી જતા હતા. સેહવાગે કહ્યુ કે, ખેલાડીની ફિટનેસ ઉપર ધીમે ધીમે કામ કરી શકાય છે, પરંતુ તે ખેલાડીનું કૌશલ છે કે જેને પસંદગી માટે પ્રાધાન્ય આપવું જોઈએ. તેમને તેમની કુશળતાનાં આધારે રમાડો, ધીમે ધીમે તમે સમય જતાં તેમની તંદુરસ્તીમાં સુધારો કરી શકો છો, પરંતુ જો યો-યો માપદંડ સીધા જ લાગુ કરવામાં આવે છે, તો વસ્તુઓ અલગ છે. જો કોઈ ખેલાડી 10 ઓવરમાં ફિલ્ડિંગ કરી શકે છે, તો તે પર્યાપ્ત હોવું જોઈએ. આપણે બીજી બાબતોની ચિંતા ન કરવી જોઈએ.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ