IPL 2020/ રાજસ્થાનને 60 રને હરાવી કોલકતાની પ્લેઓફની આશા જીવંત

ઈન્ડિયન પ્રીમિયર લીગની 13 મી સીઝનની 54 મી મેચમાં કોલકાતા નાઈટ રાઇડર્સની ટીમે દુબઈનાં મેદાન પર રાજસ્થાન રોયલ્સને 60 રનથી હરાવીને પ્લેઓફમાં ક્વોલિફાય થવાની આશા જાળવી રાખી છે.

Sports
asdq રાજસ્થાનને 60 રને હરાવી કોલકતાની પ્લેઓફની આશા જીવંત

ઈન્ડિયન પ્રીમિયર લીગની 13 મી સીઝનની 54 મી મેચમાં કોલકાતા નાઈટ રાઇડર્સની ટીમે દુબઈનાં મેદાન પર રાજસ્થાન રોયલ્સને 60 રનથી હરાવીને પ્લેઓફમાં ક્વોલિફાય થવાની આશા જાળવી રાખી છે. રવિવારની મેચમાં રાજસ્થાન રોયલ્સએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને સારી શરૂઆત પણ કરી હતી, પરંતુ કોલકાતાની ટીમ માટે કેપ્ટન ઇયોન મોર્ગને 35 બોલમાં 68 રનની અણનમ ઇનિંગ્સ રમી હતી.

ઇયોન મોર્ગન પોતાની ટીમને કરો યા મરો મેચમાં 191 રનના એક વિશાળ સ્કોર સુધી લઇ જવામાં સફળ રહ્યો હતો. વળી, રાજસ્થાનની ટીમે વિસ્ફોટક શરૂઆત કરીને રનનો પીછો કર્યો અને પ્રથમ બોલમાં છક્કા ફટકાર્યા. પ્રથમ 5 બોલમાં 18 રન બનાવતી રાજસ્થાનની ટીમ માટે પેટ કમિન્સ કાળનાં રૂપમાં ઉતર્યો હતો. કમિન્સે પ્રથમ ઓવરનાં અંતિમ બોલ પર રોબિન ઉથપ્પાની પ્રથમ વિકેટ લીધી હતી. તો પોતાની બીજી ઓવરમાં તેણે પ્રથમ બેન સ્ટોક્સ (18) અને ત્યારબાદ સ્ટીવ સ્મિથ (4) ને આઉટ કરીને 3 વિકેટ ઝડપી હતી. શિવમ માવીએ ઇનિંગની ચોથી ઓવરમાં સંજુ સેમસનની વિકેટ લીધી હતી. દિનેશ કાર્તિકે શાનદાર કેચ પકડી અને રાજસ્થાનને ચોથો ફટકો આપ્યો. ત્યારબાદ પેટ કમિન્સે 5 મી ઓવરમાં રિયાન પરાગને આઉટ કર્યો હતો. પાવરપ્લેમાં આ પ્રથમ વખત હતુ કે જ્યારે રાજસ્થાન રોયલ્સની ટીમે પાવરપ્લેમાં 5 વિકેટ ગુમાવી દીધી હતી.

અહીંથી, રાજસ્થાન રોયલ્સની ટીમે જોસ બટલર (35) અને રાહુલ તેવાતીયા (31) ની ઇનિંગ્સને સંભાળવાનું કામ શરૂ કર્યુ પરંતુ વરૂણ ચક્રવર્તીએ આ બંને બેટ્સમેનોની વિકેટ ઝડપી લીધી અને ટીમને પૂરી રીતે મેચની બહાર કરી દીધા. રાજસ્થાન તરફથી શ્રેયસ ગોપાલે 23 રનનું યોગદાન આપ્યું હતું. જોકે, રાજસ્થાનની ટીમે 20 ઓવરોમાં 9 વિકેટ ગુમાવી 131 રન જ બનાવી શકી હતી અને 60 રનથી મેચ હારી ગઈ હતી.