કોરોનાની મહામારીમાં રસીકરણ જ એક માત્ર ઈલાજ છે. જેને લઈને સરકાર પણ રસીકરણને વેગ આપી રહી છે. ત્યારે જેતપુર તાલુકામાં આવેલા ભેડા પીપળીયા ગામામાં 100 ટકા વેક્સિનેશન થયું છે.

રસીકરણને લઈને જાગૃતીનું મોટું ઉદાહરણ
રસી લઈ કોરોના સામે લડવા તૈયાર
કોરોનાનો જંગ જીતવા પીપળીયા ગામ સજ્જ
સરકાર દ્વારા રસીકરણ એક મહાઅભિયાન શરૂ કરવામાં આવ્યું છે. સતત રસીકરણને સરકાર પણ વેગ આપી રહ્યું છે. રસીને લઈને લોકોમાં જાગૃતિ લાવવાનું કામ પણ આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યું છે. ત્યારે જેતપુરમાં આવેલા ભેડા પીપળીયા ગામાના તમામ લોકોએ રસી લીધી છે. 100 ટકા કોરોનાની રસી લઈને વેક્સિનેશનમાં અગ્રેસર બન્યું છે.
850 લોકોની વસ્તી ધરાવતું ભેડા પીપળીયા ગામના તમામ લોકો પહેલા રસી લેવામાં ડરતા હતા. પરતું આરોગ્યવિભાગની ટીમે ઘરે ઘરે જઈને ગામના તમામ લોકોને સમજાવી રસી લેવા માટે જાગૃત કર્યા. ત્યારે આ ગામમાં અત્યારે તમામ લોકોએ રસી લીધી છે.

રાજ્ય સરકાર દ્વવારા ચાલી રહેલ કોરોના વેક્સીન મહાઆભિયાનને ગ્રામ્ય વિસ્તાર માં સારો પ્રતિસાદ મળ્યો છે. ગામના તમામ વડીલ થી માંડીને યુવાનોએ રસીકરણ કરાવ્યું છે. સાથે રસી નથી મળતી કે ઉપલબ્ધ નથી જેવા વિઘ્નો સામે પણ જીત મેળવી છે.
