ગુજરાત/ દિવાળીના દિવસે રાજ્યમાં 3581ઇમરજન્સી કોલ, અકસ્માતના જ 700થી વધુ કોલ

રાજ્યમાં દિવાળીના તહેવારમાં ફટાકડાના કારણે આગ લાગવાના બનાવો બનતા હોય છે. આ વર્ષે પણ દિવાળી દિવસે રાજ્યમાં વિવિધ સ્થળોએ આગજનીના બનાવ બન્યા હતા. તો કયાંક અકસ્માત પણ સર્જાયા હતા.

Gujarat Others Trending
ઇમરજન્સી દિવાળીની ઉજવણી વચ્ચે ગુજરાતમાં ઈમરજન્સી કેસોમાં 10 ટકાનો વધારો

203 લોકોને શ્વાસ લેવામાં તકલીફ થઇ

રાજ્યમાં દિવાળીના તહેવારમાં ફટાકડાના કારણે આગ લાગવાના બનાવો બનતા હોય છે. આ વર્ષે પણ દિવાળી દિવસે રાજ્યમાં વિવિધ સ્થળોએ આગજનીના બનાવ બન્યા હતા. તો કયાંક અકસ્માત પણ સર્જાયા હતા. જેને લઇ દિવાળીના તહેવારમાં 108 ઈમરજન્સી કોલની સેવ અવિરત ચાલુ રહી હતી. દિવાળીના દિવસે રાજ્યમાં 3581 ઇમરજન્સી કોલ આવ્યા હતા. જેમાંથી અકસ્માતના જ 700થી વધુ કોલ  સામે આવ્યા હતા. જયારે અન્ય કોલ આગ અને 203 લોકોને શ્વાસ લેવામાં તકલીફ થઇ હતી તેના હતા.

કોરોનાએ લોકોના સ્વાસ્થ્ય ઉપર પણ ઘેરી અસર કરી છે. અને તેમાયે ખાસ કરીને કોરોનાનો શિકાર બનેલા વ્યક્તિઓમાં ફેફસા નબળા પડવાને લઇ શ્વાસ લેવામાં તકલીફ પડી હોય તેવા કિસ્સામાં પણ વધારો જોવા મળ્યો હતો.

ઉલ્લેખનીય છે કે છેલ્લા બે વર્ષમાં કોરોનાને કારણે લોકો ઘરમાં પુરાયેલા હતા. અને સરકાર તરફથી પણ તહેવારની ઉજવણી પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. જયારે આ વર્ષે કોરોના કેસમાં ઘટાડો નોધાતા જોશ ભેર હર્ષોલ્લાસથી લોકોએ તહેવારની ઉજવણી કરતા જોવા મળ્યા હતા.

અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં દિવાળીના દિવસે શહેરમાં આગ લાગવાની કુલ 78 જેટલી ઘટનાઓ બની હતી. ફાયર વિભાગની ટીમને સવારે 6થી રાતના 10 વાગ્યા સુધીમાં ફાયર વિભાગને 22 કોલ મળ્યા હતા. જોકે રાત્રે 10 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધીના ગાળામાં ફટાકડાનું પ્રમાણ વધતા આગ લાગવાની ઘટના વધી હતી. અને વધુ 56 કોલ મળીને 24 કલાકમાં જ 78 જેટલા કોલ મળ્યા હતા.

Technology / વોટ્સએપ પર તમને કોણે બ્લોક કર્યા છે, જો નથી ખબર તો આ રીતે જાણો..

Technology / વોટ્સએપે 3 નવા ફીચર્સ લોન્ચ કર્યા છે, WhatsApp વેબ યુઝર્સને ફોટો એડિટ કરવાનો વિકલ્પ પણ મળશે

Technology / જો લગ્ન પછી તમારી અટક બદલાઈ ગઈ હોય તો તેને પાન કાર્ડ પર આ રીતે બદલો

અહેવાલ / હવે મુકેશ અંબાણી બ્રિટનમાં સ્થાયી થશે, રિપોર્ટમાં થયો ખુલાસો

એલર્ટ / શું છે ચીનનું હાઇબ્રિડ વોરફેર, જેના કારણે PM મોદીએ દિવાળી પર સૈનિકોને કર્યા એલર્ટ

કોરોના / ડેપ્યુટી સીએમ અજિત પવારમાં કોરોનાના લક્ષણો, બે ડ્રાઈવર સહિત ચાર લોકોનો રિપોર્ટ પોઝિટિવ