Gandhinagar News : સ્ટેટ મોનીટરીંગ સેલ(SMC)ના અધિકારીઓને માહિતી મળી હતી કે ગાંધીનગર જિલ્લાના દહેગામ ખાતે મોડાસા હાઈવે પર ભારત પેટ્રોલ પંપ પાસેથી દારૂ ભરેલી કાર પસાર થવાની છે. માહિતીને આધારે પોલીસે અહીં જાળ બિછાવી હતી. જેમાં પોલીસે કાર અટકાવીને તપાસ કરતા અંદરથી રૂ.4,09,284 ની કિંમતની દારૂ ભરેલી 1304 બોટલો મળી આવી હતી.
પોલીસે કારમાંથી રાજસ્થાનના ઉદેપુરના રહેવાસી નિર્ભયસિંહ એલ.રાજપુતની ધરપકડ કરી હતી. જ્યારે દારૂ મોકલનાર મહેન્દ્રસિંહ રાઠોડ, દારૂનો જથ્થો મંગાવનાર જયેશ ઠાકોર અને ક્રેટા કારના માલિક સામે ગુનો નોંધીને તેમની શોધ હાથ ધરી છે. આ કેસની વધુ તપાસ દહેગામ પોલીસ કરી રહી છે.
આ પણ વાંચો:સુરત પોલીસે ગાંજાના જથ્થા સાથે 3 આરોપીને ઝડપ્યા
આ પણ વાંચો:હવે, પોલીસ પણ નકલી નીકળી! સુરત પોલીસે ‘નકલી પોલીસ’ને ઝડપી પાડી