Not Set/ 11.5 લાખ કરોડની માર્કેટ કેપવાળી પહેલી કંપની બની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (આરઆઈએલ) નું કુલ માર્કેટ કેપિટલાઈઝેશન સોમવારે રૂ. 11.5 લાખ કરોડને પાર કરી ગયું છે. કંપનીના શેરના ભાવમાં વધારાને પગલે માર્કેટ કેપિટલાઇઝેશનમાં વધારો થયો છે. આ સાથે, 11.5 લાખ કરોડ રૂપિયા માર્કેટ કેપવાળી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દેશની પ્રથમ કંપની બની છે. બોમ્બે સ્ટોક એક્સચેંજ (બીએસઈ) સેન્સેટીવ ઈન્ડેક્સમાં મોટા વેપારને લઇને આરઆઈએલ ટ્રેડિંગ દરમિયાન 3.57 ટકા વધીને રૂ. 1,851.40 […]

Uncategorized
bcb1d99b416d4323b299ba29aa0f445f 11.5 લાખ કરોડની માર્કેટ કેપવાળી પહેલી કંપની બની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (આરઆઈએલ) નું કુલ માર્કેટ કેપિટલાઈઝેશન સોમવારે રૂ. 11.5 લાખ કરોડને પાર કરી ગયું છે. કંપનીના શેરના ભાવમાં વધારાને પગલે માર્કેટ કેપિટલાઇઝેશનમાં વધારો થયો છે. આ સાથે, 11.5 લાખ કરોડ રૂપિયા માર્કેટ કેપવાળી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દેશની પ્રથમ કંપની બની છે.

બોમ્બે સ્ટોક એક્સચેંજ (બીએસઈ) સેન્સેટીવ ઈન્ડેક્સમાં મોટા વેપારને લઇને આરઆઈએલ ટ્રેડિંગ દરમિયાન 3.57 ટકા વધીને રૂ. 1,851.40 પર પહોંચ્યો છે. દિવસના કારોબાર દરમિયાન તે 3.94 ટકા વધીને  હતો. નેશનલ સ્ટોક એક્સચેંજ (એનએસઈ) પર તેનો શેરનો ભાવ પણ3.75 ટકા વધીને રૂ. 1855 ની સર્વોચ્ચ સપાટી પર પહોંચ્યુ હતું 

આરઆઇએલનું માર્કેટ કેપિટલાઈઝેશન સોમવારે સવારના કારોબારમાં રૂ. 40,508.8 કરોડ વધીને રૂ. 11,73,677.35 કરોડ પર પહોંચી ગયું છે. દેશની સૌથી મોટી કંપનીનું માર્કેટ કેપિટલાઇઝેશન ગયા મહિને પહેલીવાર 11 લાખ કરોડ રૂપિયાને વટાવી ગયું છે.

રિલાયન્સના શેરમાં તેજીને કારણે બોમ્બે સ્ટોક એક્સચેંજનો 30 શેરોનો ઈન્ડેક્સ 465.86 પોઇન્ટ વધીને 36,487.28 ની સપાટીએ બંધ રહ્યો છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ એ દેશની સૌથી કિંમતી કંપની છે. ચાલુ વર્ષે કંપનીના શેરમાં 22 ટકાનો વધારો થયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews