Not Set/ જમ્મૂ કાશ્મીરમાં સેલદાહ એકસપ્રેસના કેટલાક કોચ પાટા પરથી ખડી પડયા

રેલવેના અકસ્માતોમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. ત્યારે જમ્મૂ કાશ્મીરમાં વધુ એક એક્સપ્રેસનો અકસ્માત સામે આવ્યો છે..શનિવારે મોડી રાત્રે સેલદાહ એકસપ્રેસના કેટલાક કોચ પાટા પરથી ખડી પડ્યા હતા.જો કે આ દુર્ઘટનામાં સારી બાબત એ છે કે જે કોચ પાટા પરથી ખડી પડ્યા તે ખાલી હતા.જેથી કોઈ જાનહાનિ થઈ નથી..રેલવેના અધિકારીઓના જણાવ્યા મુજબ સાફ સફાઈ […]

Uncategorized
558329 train2 જમ્મૂ કાશ્મીરમાં સેલદાહ એકસપ્રેસના કેટલાક કોચ પાટા પરથી ખડી પડયા

રેલવેના અકસ્માતોમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. ત્યારે જમ્મૂ કાશ્મીરમાં વધુ એક એક્સપ્રેસનો અકસ્માત સામે આવ્યો છે..શનિવારે મોડી રાત્રે સેલદાહ એકસપ્રેસના કેટલાક કોચ પાટા પરથી ખડી પડ્યા હતા.જો કે આ દુર્ઘટનામાં સારી બાબત એ છે કે જે કોચ પાટા પરથી ખડી પડ્યા તે ખાલી હતા.જેથી કોઈ જાનહાનિ થઈ નથી..રેલવેના અધિકારીઓના જણાવ્યા મુજબ સાફ સફાઈ કર્યા બાદ એક્સપ્રેસ ટ્રેનને પ્લેટફોર્મ પર લાવવામાં આવી રહી હતી એ દરમિયાન આ દુર્ઘટના સર્જાઈ..જો કે આ દુર્ઘટનાથી અન્ય કોઈ પણ રેલ વ્યવહારને અસર પડી નથી.માત્ર જે ટ્રેનના ડબ્બા ખડી પડ્યા હતા તે ટ્રેન 5થી 6 કલાક જેટલી મોડી પડી હતી.એ સિવાયની તમામ ટ્રેનો તેમના નિયત સમય મુજબ જ રવાના થઈ હતી.તેવું અધિકારીઓએ કહ્યું હતું.દુર્ઘટના કઈ રીતે સર્જાઈ તેને લઈને તપાસ કરવામાં આવી રહી છે.