Gandhinagar News : સ્ટેટ મોનીટરીંગ સેલ(એસએમસી)ના અધિકારીઓને માહિતી મળી હતી કે દહેગામ અમદાવાદ હાઈવે પરના પદ્માવતી ફાર્મ પાસે સોનાદ્રા નજીકથી કેટલાક શખ્સો કારમાં દારૂનો જથ્થો લઈને જવાના છે. જેને આધારે પોલીસે અહીં જાળ બિછાવી હતી. બાદમાં પોલીસે કાર અટકાવીને તપાસ કરતા તેમાંથી રૂ.1,97,595 ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો.
પોલીસે દારૂ, કાર, મોબાઈલ અને રૂ,8,000રોકડા મળીને કુલ રૂ. 12,15,595 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ કેસમાં પોલીસે રાજસ્થાનના કાર ડ્રાઈવર નરસિંગરામ જાટ અને ક્લીનર ચોખારામ ટી. જાટની ધરપકડ કરી હતી. જ્યારે દારૂનો જથ્થો મોકલનાર તથા અમદાવાદમાં મણીનગરમાં દારૂની ડિલીવરૂ લેનારા શખ્સ સહિત ચાર જણાની શોધ હાથ ધરી છે.
આ પણ વાંચો: જામનગરમાં ભારે વરસાદ બાદ સ્થિતિનો તાગ મેળવવા દિલ્હીથી ઉચ્ચ અધિકારીઓની ટીમ પહોંચી
આ પણ વાંચો: જામનગરના હાપામાં ફુડપોઇઝનીંગ થતાં 100 જેટલા બાળકો સારવાર હેઠળ
આ પણ વાંચો: જામનગર પોલીસે સગીરને મારઝૂડ કરતા હાઈકોર્ટે લાલ આંખ કરી , ગુનો દાખલ કરો
