Jamnagar News/ જામનગરના હાપામાં ફુડપોઇઝનીંગ થતાં 100 જેટલા બાળકો સારવાર હેઠળ

પીડિયાટ્રિક વોર્ડમાં બાળકોની ભારે ભીડ જામી જતાં બેડની અછત સર્જાઈ હતી. કેટલાક બાળકોને જમીન પર જ સારવાર આપવાની નોબત આવી હતી. આ

Top Stories Gujarat Breaking News

Jamnagar News: જામનગર (Jamngar) શહેરમાં ઉજવાતા ગણેશ મહોત્સવમાં એક દુર્ઘટનાએ ખુશીઓ પર પાણી ફેરવી દીધું છે. હાપા વિસ્તારની એલગન સોસાયટીમાં ગઈકાલે રાત્રે આયોજિત ગણેશ પૂજનમાં વિતરણ કરાયેલી પ્રસાદીના મસાલા ભાત ખાધા બાદ સેંકડો બાળકો ફૂડ પોઇઝનિંગનો શિકાર બન્યા છે. ગણેશ મહોત્સવમાં પ્રસાદીના ભાત આરોગ્યા બાદ 100થી વધુ બાળકોને મોડી રાત્રે શરૂ થયેલી બીમારીના લક્ષણો તરીકે ઝાડા-ઉલટી જોવા મળી હતી. આ બીમારીના કારણે સમગ્ર પરિવારો દોડધામમાં મચી ગયા હતા અને બાળકોને તાત્કાલિક સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા.

પીડિયાટ્રિક વોર્ડમાં બાળકોની ભારે ભીડ જામી જતાં બેડની અછત સર્જાઈ હતી. કેટલાક બાળકોને જમીન પર જ સારવાર આપવાની નોબત આવી હતી. આ ઘટનાની જાણ થતાં જામનગર સમસ્ત તળપદા કોળી સમાજના પ્રમુખ હિતેષ બાંભણિયા અને કોર્પોરેટર જીતેન્દ્ર શિંગાળા સહિત મોટી સંખ્યામાં લોકો હોસ્પિટલ પહોંચ્યા હતા. તેમણે બાળકોના પરિવારજનોને શાંત કરવાનો પ્રયાસ કર્યો હતો અને હોસ્પિટલના તંત્રને યોગ્ય વ્યવસ્થા કરવા માટે જણાવ્યું હતું.

આ ઘટનાએ ફૂડ સેફ્ટી અંગે ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા છે. ગણેશ મહોત્સવ જેવા ધાર્મિક કાર્યક્રમોમાં વિતરણ કરાતા ખાદ્ય પદાર્થોની ગુણવત્તા જાળવવા માટે સત્તાવાળાઓએ કડક પગલાં લેવા જોઈએ.

@સાગર સંઘાણી


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:પોરબંદરમાં છાત્રોઓને રાત્રી ભોજનમાં પાણીપૂરી અને ઈડલી ખાતા થયું ફૂડ પોઈઝનિંગ

આ પણ વાંચો:સાણંદમાં ફૂડ પોઈઝનિંગ થતાં 50થી વધુ દર્દીઓ સારવાર હેઠળ

આ પણ વાંચો:મોહરમ જુલૂસ દરમ્યાન શરબત પીધા બાદ લોકોને થયું ફૂડપોઈઝનિંગ, 400 લોકોને અસર