રાજકોટ/ સિવિલ હોસ્પિટલમાં 13, આરોગ્ય વિભાગમાં મનપાના મુખ્ય આરોગ્યકર્મી સહિત 8 અને ગોંડલ સિવિલ હોસ્પિટલના નર્સિંગ સ્ટાફમાં 5 કર્મચારીઓ પોઝિટિવ

પોઝિટિવ આવેલા તબીબોના સંપર્કમાં આવેલા અન્યનો પણ કોરોના રિપોર્ટ કરવામાં આવ્યો છે. વધુમાં તેમને જણાવ્યું હતું કે,કોરોનાને માત આપવા માટે વેક્સિનેશન રામબાણ ઈલાજ છે.

Top Stories Gujarat
Untitled 35 સિવિલ હોસ્પિટલમાં 13, આરોગ્ય વિભાગમાં મનપાના મુખ્ય આરોગ્યકર્મી સહિત 8 અને ગોંડલ સિવિલ હોસ્પિટલના નર્સિંગ સ્ટાફમાં 5 કર્મચારીઓ પોઝિટિવ

રાજ્યમાં નવા વર્ષમાં કોરોના-ઓમિક્રોનમાં કેસનો ધડાકો થયો છે. ૮ મહિના બાદ પહેલીવાર ૧૦ હજારની નજીક નવા કેસ આવ્યા છે. રાજકોટમાં દિવસેને દિવસે કોરોના પોઝિટિવનો આંક વધતો જાય છે. ત્યારે સિવિલ હોસ્પિટલમાં કોરોના બ્લાસ્ટ થયો હોઈ તેવા દ્રશ્યો સામે આવ્યા છે.

ત્યારે રાજકોટમાં કોરોના સંક્રમણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. તેમાંય હવે મહાનગરપાલિકામાં કોરોના ફેલાય રહ્યો છે. જ્યાં મનપાના મુખ્ય આરોગ્ય અધિકારી ડો.એલ.ટી. વાંજા, સિટી એન્જિનિયર કામલીયા પોઝિટિવ આવ્યા છે. આ સાથે યુપીમાં ચૂંટણી પ્રચારમાંથી પરત આવેલા કોર્પોરેટર જયમીન ઠાકરને પણ કોરોનાનો ચેપ લાગ્યો છે. હાલ તેઓ હોમ આઇસોલેટ થયા છે. આ ઉપરાંત સિવિલ હોસ્પિટલમાં 13, આરોગ્ય વિભાગમાં મનપાના મુખ્ય આરોગ્યકર્મી સહિત 8 અને ગોંડલ સિવિલ હોસ્પિટલના નર્સિંગ સ્ટાફમાં 5 કર્મચારીઓ પોઝિટિવ આવ્યા છે.

આ  પણ વાંચો:સુરત /  ડિંડોલીમાં ગેસ લીકેજ થતા લાગી આગ, એકસાથે 7 લોકો ગંભીર રીતે દાઝ્યા

અત્યાર સુધી દરરોજ બે વખત આરોગ્ય રથ લઈને તપાસ કરાય છે. સૌથી પહેલા નેગેટિવ અને પોઝિટિવ બંને માટે અલગ અલગ વ્યવસ્થા રાખી હતી પણ કેસની સંખ્યા સતત વધતા તેમજ હવે જે નેગેટિવ છે તે તમામ 85 વર્ષ કરતા વધુની વયના હોવાથી તેમને ચેપ ન લાગે તે માટે પોઝિટિવ દર્દીઓને સિવિલમાં શિફ્ટ કર્યા છે.ઉપરાંત પોઝિટિવ આવેલા તબીબોના સંપર્કમાં આવેલા અન્યનો પણ કોરોના રિપોર્ટ કરવામાં આવ્યો છે. વધુમાં તેમને જણાવ્યું હતું કે,કોરોનાને માત આપવા માટે વેક્સિનેશન રામબાણ ઈલાજ છે.

આ પણ વાંચો:નિયમોના ઉડ્યા ધજાગરા /  કોરોના ગાઈડલાઇનના ઉલારિયા, આ ધારસભ્યે ભીડ ભેગી કરી ઉજવ્યો બર્થ-ડે