lightning/ ઉત્તરપ્રદેશમાં વીજળી પડવાથી 14 લોકોના મોત,મુખ્યમંત્રીએ જાહેર કરી આર્થિક સહાય

રાજ્યમાં વીજળી પડવાની ઘટનાઓમાં કુલ 14 લોકોના મોત થયા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેમાંથી સૌથી વધુ ચાર લોકોના મોત બાંદામાં થયા છે

Top Stories India
3 64 ઉત્તરપ્રદેશમાં વીજળી પડવાથી 14 લોકોના મોત,મુખ્યમંત્રીએ જાહેર કરી આર્થિક સહાય

ચોમાસાની આ સિઝનમાં જ્યાં એક તરફ વરસાદે કાળઝાળ ગરમીમાંથી રાહત અપાવી છે ત્યાં જ અનેક રાજ્યો માટે વરસાદ આફત બની ગયો છે. ક્યાંક પૂર આવ્યું છે તો ક્યાંક વીજળી પડવાથી  લોકોના મોત થઈ રહ્યા છે. તાજો મામલો ઉત્તર પ્રદેશનો છે. અહીં અલગ-અલગ જિલ્લામાં વીજળી પડવાથી ઓછામાં ઓછા 14 લોકોના મોત થયા છે, જ્યારે 16 લોકો દાઝી ગયા છે. આ ઘટનાઓ બાદ રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે  આર્થિક સહાયની જાહેરાત કરી છે.

 

 

રાહત કમિશનરની કચેરીમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર, રાજ્યમાં વીજળી પડવાની ઘટનાઓમાં કુલ 14 લોકોના મોત થયા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેમાંથી સૌથી વધુ ચાર લોકોના મોત બાંદામાં થયા છે. આ સિવાય ફતેહપુરમાં બે અને બલરામપુર, ચંદૌલી, બુલંદશહર, રાયબરેલી, અમેઠી, કૌશામ્બી, સુલતાનપુર અને ચિત્રકૂટ જિલ્લામાં એક-એક વ્યક્તિના મોત થયા છે.અને ઘાયલ પણ થયા છે.

રાજ્ય સરકાર દ્વારા જારી કરવામાં આવેલા નિવેદન અનુસાર, વીજળી પડવાથી થયેલા મૃત્યુ અંગે દુઃખ વ્યક્ત કરતા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સંબંધિત જિલ્લા મેજિસ્ટ્રેટને મૃતકોના નજીકના પરિવારને 4 લાખ રૂપિયાની સહાય આપવાનો નિર્દેશ આપ્યો છે. મુખ્યમંત્રીએ કહ્યું કે આ કુદરતી આફતથી પ્રભાવિત લોકોને શક્ય તમામ મદદ પૂરી પાડવામાં આવે. આદિત્યનાથે વીજળી પડવાની ઘટનામાં ઘાયલ થયેલા લોકોને યોગ્ય સારવાર માટે પણ સૂચના આપી છે.

નોંધનીય છે કે એક મહિનાના ધીમા ચોમાસાના વરસાદ બાદ બુધવારે ઉત્તર પ્રદેશના ઘણા ભાગોમાં ભારે વરસાદ થયો હતો, જેના કારણે લોકોને ગરમી અને ભેજથી મોટી રાહત મળી હતી.