ગુજરાત/ સુરતનાં ઉમરપાડામાં છેલ્લા 24 કલાકમાં 15.62 ઇંચ વરસાદ : લોકો પરેશાન

નવા ઉમરપાડાથી જૂના ઉંમરપાડા તરફ જતો બ્રિજ પરનો એપ્રોચ રોડ ધોવાયો ધોવાયો હતો. મોહન નદી પર આવેલ બ્રિજ પાસેથી એપ્રોચ રોડ ધોવાયો હતો સાથે અનેક વીજપોલ અને બજારમાં આવેલ નાની મોટી દુકાનો પાણીમાં તણાઈ ગઈ હતી.

Gujarat Surat Trending
સુરત વરસાદ

સુરત જિલ્લાનું ચેરાપુંજી ગણાતું ઉમરપાડા તાલુકામાં ગતરોજ ધોધમાર વરસાદ વરસ્યો હતો.છેલ્લા 24 કલાકમાં 15.62 ઇંચ વરસાદ નોંધાયો હતો. નવા ઉમરપાડાથી જૂના ઉંમરપાડા તરફ જતો બ્રિજ પરનો એપ્રોચ રોડ ધોવાયો ધોવાયો હતો. મોહન નદી પર આવેલ બ્રિજ પાસેથી એપ્રોચ રોડ ધોવાયો હતો સાથે અનેક વીજપોલ અને બજારમાં આવેલ નાની મોટી દુકાનો પાણીમાં તણાઈ ગઈ હતી.મામલતદાર, પોલીસ, માર્ગ-મકાન વિભાગ અને વીજકર્મીઓ પહોંચ્યા હતાં. સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા ધોવાયેલ રસ્તાનો કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરાઇ હતી.વીજકર્મીઓ પણ વીજ-પુરવઠો પૂર્વવત કરવા કામે લાગ્યા હતાં.શરદાથી ગોવટ જવાનો માર્ગ પર મોહન નદી પરનો કોઝવે પાણીમાં ગરકાવ થતા 3થી વધુ ગામો ગામ વિહોણા બન્યા હતાં. અતિભારે વરસાદના કારણે ઉમરપાડામાં તારાજી સર્જાઈ છે.સુરત જિલ્લામાં ૨૮ જેટલા રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ કરાયા છે.વરસાદના પડવાને કારણે ઉમરપાડા તાલુકામાં આઠ રસ્તાઓ બંધ કરાયા છે.ઉમરપાડા તાલુકામાં કાચા મકાનોમાં રહેતા ગ્રામજનોનું સ્થળાતર કરવામાં આવી રહ્યું છે.ઉમરપાડાના ૫૬ જેટલા ગામોમાં કાચા મકાનોમાં રહેતા રહીશોને સ્થળાંતર કરવામાં આવી રહ્યા છે.તળાવ, જળાશયો, ડેમોમાં માછીમારી ન સૂચના અપાઈ છે.

સુરત વરસાદ

 

સુરત વરસાદ

 

સુરત વરસાદ

 

સુરત વરસાદ

 

સુરત વરસાદ

આ પણ વાંચો : 12 જુલાઈ 2022નું રાશિ ભવિષ્ય, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…