અકસ્માત/ રાજકોટ-અમદાવાદ હાઇવે પર લકઝરી બસ પુલ નીચે ખાબકતા 15 લોકો ઇજાગ્રસ્ત

ગુજરાતમાં અકસ્માતના બનાવો દિન-પ્રતિદિન વધી રહ્યા છે, વાહનચાલકો ટ્રાફિકના નિયમો નેવે મૂકીને વાહન ચલાવતા હોવાથી અકસ્માત સર્જાય છે.

Top Stories Gujarat
9 8 રાજકોટ-અમદાવાદ હાઇવે પર લકઝરી બસ પુલ નીચે ખાબકતા 15 લોકો ઇજાગ્રસ્ત
  • રાજકોટ-અમદાવાદ હાઇવે પર અકસ્માત
  • બામણબોર નજીક લકઝરી બસને અકસ્માત
  • બસ રોડ પુલ નીચે ખાબકતા અકસ્માત
  • 15 મુસાફરોને ઇજા પહોંચી
  • ઘાયલોને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા

ગુજરાતમાં અકસ્માતના બનાવો દિન-પ્રતિદિન વધી રહ્યા છે, વાહનચાલકો ટ્રાફિકના નિયમો નેવે મૂકીને વાહન ચલાવતા હોવાથી અકસ્માત સર્જાય છે. રાજકોટ-અમદાવાદ હાઇવે પર પણ એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે.રાજકોટ-અમદાવાદ હાઇવે પર બામણબોર નજીક એક લકઝરી બસને અકસ્માત સર્જાયો હતો,લકઝરી બસ પુલ નીચે ખાબકતા 15 લોકોને ગંભીર ઇજાઓ થઇ હતી અને આ તમામ ઘાયલોને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

આ અકસ્માત સર્જાતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને હાલ અકસ્માતનો ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસે આ અક્સમાતની જાણ થતા સત્વરે કાફલા સાથે દોડી આવી હતી અને બચાવ કામગીરી હાથ ધરી હતી, પોલીસે તમામ ઇજાગ્રસ્તોને સિવિલ હોસ્પિટલમાં ખસેડયા હતા.