Robotics/ 172 પ્રકારના રોબોર્ટ – તમામ વસ્તુ રોબોટિક્સ, આવુ હશે રોબોર્ટ પાર્ક

સાયન્સ સીટી ખાતે દેશનું સૌથી મોટું એક્વેરિયમ અને રોબોર્ટ પાર્ક નિર્માણ થવા જઈ રહ્યું છે. જેમાં અનેક વિશેષતા લોકોને જોવા અને નિહાળવા મળશે. આગામી ૨ મહિનામાં

Top Stories Ahmedabad Gujarat
robot 172 પ્રકારના રોબોર્ટ - તમામ વસ્તુ રોબોટિક્સ, આવુ હશે રોબોર્ટ પાર્ક

અમદાવાદમાં આવેલાં સાયન્સ સીટી ખાતે હવે નવા ત્રણ પાર્ક ઉભા થઇ રહ્યા છે. કોઇપણ વિદ્યાર્થી આવે તે નેચરથી લઈને વિજ્ઞાન સુધીની તમામ માહિતી એક જ સ્થળ પર મેળવી શકશે, એ પ્રમાણેની સુવિધા ઉભી થઇ રહી છે. આગામી ૨ માસમાં તેનો લાભ લોકો લઇ શકશે

Science City- Everything you need to know ranging from timings to ticket prices.

સાયન્સ સીટી ખાતે દેશનું સૌથી મોટું એક્વેરિયમ અને રોબોર્ટ પાર્ક નિર્માણ થવા જઈ રહ્યું છે. જેમાં અનેક વિશેષતા લોકોને જોવા અને નિહાળવા મળશે. આગામી ૨ મહિનામાં આ બંને પ્રોજેક્ટ પૂર્ણ થઇ જશે સાથે નેચર પાર્ક પણ અહી ઉભું થઇ રહ્યું છે. જેનો લાભ પણ લોકો લઇ શકશે. નિર્માણાધીન પ્રોજેક્ટનું નિરીક્ષણ કરવા માટે આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી પહોચ્યા હતા અને તમામ સ્થળની મુલાકાત લીધી હતી. અને આધુનિકતા તરફ ગુજરાત વધી રહ્યું છે તેવું તેમણે જણાવ્યું હતું

Hyundai to Buy Controlling Stake in US Robot-Maker Boston Dynamics From SoftBank in $1.1 Billion Deal | Technology News

આ પાર્કનું આકર્ષણનું કેન્દ્ર હશે રોબોર્ટ પાર્ક કે જ્યાં તમામ વસ્તુ રોબોટિકજ હશે. કોઇપણ લોકો અહી પાર્કની મુલાકાત લેશે ત્યારે તેમને રોબોર્ટની વિશેષતા જોવા મળશે. આ પાર્કમા A થી Z સુધીની તમામ કામગીરી રોબોર્ટ મારફતે જ થાય તેવો પ્રયાસ કરવામાં આવ્યો છે. પ્રવેશ કરતા જ રીસેપ્શન સેન્ટર પર રોબોર્ટ હશે. જે માર્ગદર્શન આપશે અને રોબોર્ટ જોવા માટે ગાઈડ તરીકે પણ રોબોર્ટ જ સાથે આવશે અને એ માહિતી આપશે. સંગીત ભોજન પેઈન્ટીંગ સહીતીની કામગીરી રોબોર્ટ મારફતે જ કરવામાં આવશે.

Robots serve food at this Ahmedabad restaurant | Top Indi News

આ પાર્ક માં અલગ અલગ ૧૭૨ પ્રકારના રોબોર્ટ રાખવામાં આવનાર છે. આ તૈયાર કરવામાં ૧૨૦ જેટલા લોકોની મહેનત છે. આ તૈયાર કરવામાં ૨ વર્ષ જેટલો સમય લાગી ગયો છે. તો ઘણા રોબોર્ટ બહારથી લાવવામાં આવ્યા છે તો ઘણા રોબોર્ટ અહી જ વિકસાવવામાં આવ્યા છે. આખો પાર્ક ફરવા માટે લગભગ ૪૦ થી ૬૦ મિનીટ જેટલો સમય લાગશે જે તમામ ગાઇડન્સ રોબોર્ટ જ આપશે

જુઓ આ વીડિયો અહેવાલ – WELCOME રોબોર્ટ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…