ayodhya news/ રામ મંદિર CEO પદ માટે 18 ઉમેદવારો શોર્ટલિસ્ટ, 5,300થી વધુ અરજીઓ; મંગળવાર-બુધવારે ઇન્ટરવ્યૂ

રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના CEO પદ માટે 18 ઉમેદવારોને ઇન્ટરવ્યૂ માટે શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે. મંગળવાર અને બુધવારે મંદિર પરિસરમાં પેનલ સમક્ષ આ ઉમેદવારોના ઇન્ટરવ્યૂ યોજાશે.

Ayodhya News India Breaking News
CEO

Ayodhya News: શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ (Ram Janmabhoomi Trust)ના મુખ્ય કાર્યકારી અધિકારી (CEO)ના પદ માટે 5,300 થી વધુ અરજીઓ આવી છે. જેમાથી 18 ઉમેદવારોને ઈન્ટર્વ્યુ માટે બોલાવવામાં આવ્યા છે. પ્રશાસનિક અનુભવ વાળા ઉમેદવારોમે આ પદ માટે પ્રાથમિકતા આપવામાં આવે તેવી સંભાવના છે.

સુત્રોના જણાવ્યા મુજબ  ઈન્ટરર્વ્યુ મંગળવાર અને બુધવારના દિવસે મંદિર (Ram Mandir)માં પરિસરમા એક પેનલ સામે થશે. આ પેનલમાં પૂર્વ જસ્ટિસ પ્રમોદ કોહલી, નિવૃત લેફ્ટનેંટ જનરલ વિષ્ણુકાંત ચતુર્વેદી અને વૈજ્ઞાનિક સુરેશ હવારે( તેઓ શિરડી સાંઈ બાબા ટ્રસ્ટના પૂર્વ ચેરમેન પણ રહી ચૂક્યા છે) સંમલિત થશે.

CEO પદ માટેના ઉમેદવાર માટે જરૂરી શરતો

સીઈઓ રામ  મંદિરના કામકાજ અમે મેનેજમેન્ટની સારસંભાળની જવાબદારી રાખશે.  ઉલ્લેખનીય છે કે, મંદિરમાં થોડા સમય પહેલા દાન ચોરી મામલે હાલ તપાસ ચાાલી રહી છે. એવામાં સીઈઓ પદ માટેના ઉમેદવાર પ્રમાણિક અને તટસ્થ અને ચુસ્ત હિન્દુ ધર્મી હોવો ખૂબ જરૂરી છે. જે હિન્દુ રિત-રિવાજો પાળે અને મંદિરમાં સખત નિયમ કાયદો જાળવી રાખવા સક્ષમ હોય. એ પણ જરૂરી છે કે ઉમેદવાર શાકાહારી હોવો જોઈએ અને દારૂ જેવા નશીલા પદાર્થોનું સેવન ના કરતો હોય.

સુત્રો દ્વારા મળતી માહિતિ મુજબ આ પદ માટેના ઉમેદવારની ઉંમર 50 થી 70 વર્ષની હોવી જરૂરી છે.  જૂન મહિનામાં રામ મંદિરના દાનમાં ગેરરીતિનો મામલો સામે આવ્યા બાદ ટ્રસ્ટ દ્વારાસીઈઓની નિમણૂક કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ મામલાની તપાસ માટે ઉત્તર પ્રદેશ સરકારે 13 જૂને SITની રચના કરી હતી.

હવે 5,300થી વધુ અરજીઓમાંથી પસંદ કરાયેલા 18 ઉમેદવારોના ઇન્ટરવ્યૂ બાદ રામ મંદિર ટ્રસ્ટના સીઈઓ તરીકે કોની પસંદગી થાય છે તેના પર સૌની નજર રહેશે.


આ પણ વાંચો: રાજય માં જન્માષ્ટમીના તહેવાર પર 6 દિવસ બંધ રહેશે સુપ્રસિદ્ધ વીરપુરનું જલારામ મંદિર

આ પણ વાંચો: અયોધ્યા રામ મંદિર ટ્રસ્ટની મહત્વની બેઠક, ધાર્મિક સમિતિનું પુનર્ગઠન: 5 સંતોને મોટી જવાબદારી

આ પણ વાંચો: રામ મંદિર દાન ચોરી કેસમાં સુપ્રીમ કોર્ટનું કડક વલણ: નવી SIT બનાવવાનો આદેશ, વરિષ્ઠ IPS અધિકારી કરશે તપાસ