નવી દિલ્હી/ 7 ઓગસ્ટથી ઉડાન ‘Akasa Air’, મુંબઈ-અમદાવાદ માટે હશે પ્રથમ ફ્લાઈટ

નવી ઉડ્ડયન સેવા આકાશ એરની વાણિજ્યિક ફ્લાઇટ્સ 7 ઓગસ્ટથી મુંબઈ-અમદાવાદ રૂટ પર શરૂ થશે. પ્રથમ ઉડાન બોઇંગ 737 મેક્સ એરક્રાફ્ટ હશે. કંપનીએ શુક્રવારે આ જાણકારી આપી. કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે 7 ઓગસ્ટથી મુંબઈ-અમદાવાદ રૂટ પર 28 સાપ્તાહિક ટ્રેનો…

Top Stories India
Akasa Air

નવી ઉડ્ડયન સેવા આકાશ એર (Akasa Air) ની વાણિજ્યિક ફ્લાઇટ્સ 7 ઓગસ્ટથી મુંબઈ-અમદાવાદ રૂટ પર શરૂ થશે. પ્રથમ ઉડાન બોઇંગ 737 મેક્સ એરક્રાફ્ટ હશે. કંપનીએ શુક્રવારે આ જાણકારી આપી. કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું કે 7 ઓગસ્ટથી મુંબઈ-અમદાવાદ રૂટ પર 28 સાપ્તાહિક ફ્લાઈટ્સ શરૂ થઈ રહી છે જેના માટે ટિકિટનું વેચાણ શરૂ કરી દેવામાં આવ્યું છે.

13 ઓગસ્ટથી બેંગલુરુ-કોચી રૂટ પર 28 સાપ્તાહિક ફ્લાઈટ્સ પણ શરૂ થશે. બે 737 MAX એરક્રાફ્ટ સાથે વાણિજ્યિક ઉડાન સેવા શરૂ કરવામાં આવશે. એરલાઇનને એક મેક્સ એરક્રાફ્ટની ડિલિવરી મળી ગઈ છે, બીજું એરક્રાફ્ટ આ મહિનાના અંત સુધીમાં ઉપલબ્ધ થશે. આકાશ એરના કો-ફાઉન્ડર અને ચીફ કોમર્શિયલ ઓફિસર પ્રવીણ અય્યરે જણાવ્યું હતું કે, “અમે મુંબઈ અને અમદાવાદ વચ્ચે ફ્લાઈટ્સ શરૂ કરી રહ્યા છીએ.

તેમણે કહ્યું કે નેટવર્ક વિસ્તરણ યોજના હેઠળ અમે તબક્કાવાર શહેરોને જોડીશું. પ્રથમ વર્ષમાં અમે અમારા કાફલામાં દર મહિને બે પ્લેન ઉમેરીશું. આકાશ એરને 7 જુલાઈએ ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) તરફથી એર ઓપરેટર સર્ટિફિકેટ (AOC) મળ્યું હતું.

આ પણ વાંચો:છોકરા-છોકરી વચ્ચે કિસિંગ કોમ્પિટિશનનો વીડિયો વાયરલ, કોલેજ પ્રશાસન થયું શરમસાર

આ પણ વાંચો:મહાકાલ મંદિરમાં લાગી આગ, અફરા-તફરીમાં ભક્તો થયા સ્તબ્ધ

આ પણ વાંચો: અહીં પતિના મૃત્યુ પછી કાપી નાખવામાં આવે છે પત્નીનો આ અંગ, જીવનભર તેના વિના રહે છે મહિલાઓ