Not Set/ રાજ્યસભાની ચૂંટણી : એહમદ પટેલનો ભવ્ય વિજય, અમિત શાહ અને સ્મૃતિ ઈરાનીની જીત

દિવસભર મતોના આંકડાઓના ગણિતની વચ્ચે અહેમદ પટેલ જીતશે કે હારશે તેની ચર્ચાઓ વચ્ચે રાજ્યસભા ચૂંટણી રસપ્રદ બની હતી. રાજ્યસભાની ચૂંટણીના પરિણામ મધરાતે જાહેર થયા હતા. જે મુજબ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર એહમદ પટેલનો ભવ્ય વિજય બદલ કોંગ્રેસના કાર્યકરોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે જે બાદ કોંગ્રેસના સભ્યો અહેમદ પટેલને જીતના અભિનંદન આપવા […]

India
A S A 1 રાજ્યસભાની ચૂંટણી : એહમદ પટેલનો ભવ્ય વિજય, અમિત શાહ અને સ્મૃતિ ઈરાનીની જીત

દિવસભર મતોના આંકડાઓના ગણિતની વચ્ચે અહેમદ પટેલ જીતશે કે હારશે તેની ચર્ચાઓ વચ્ચે રાજ્યસભા ચૂંટણી રસપ્રદ બની હતી.

રાજ્યસભાની ચૂંટણીના પરિણામ મધરાતે જાહેર થયા હતા. જે મુજબ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર એહમદ પટેલનો ભવ્ય વિજય બદલ કોંગ્રેસના કાર્યકરોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે જે બાદ કોંગ્રેસના સભ્યો અહેમદ પટેલને જીતના અભિનંદન આપવા પહોંચી ગયા હતા. ત્યારે અમદાવાદમાં કોંગ્રેસના કાર્યાલય ખાતે અહેમદ પટેલે સૌનું અભિવાદન સ્વીકાર્યું હતું અને પ્રેસ કોન્ફરન્સ પણ યોજી હતી. જેમાં તેમણે જણાવ્યું વિચારધારાની લડાઈ હતી. ખૂબ જ મોટી લડાઈ હતી તેમ છતાં કોંગ્રેસની જીત થઈ છે અને ભાજપે આમાંથી શીખ લેવી જોઈએ. અહેમદભાઈએ કહ્યું આ સત્યની જીત છે. આ બહુ મોટી જીત છે, પણ હવે મારુ મિશન ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસની જીત છે. તેની સાથે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ 46 મતથી અને કેન્દ્રીય ટેક્સટાઈલ પ્રધાન સ્મૃતિ ઈરાની 46 મતથી વિજયી બન્યા છે. આ પરિણામ આવતાની સાથે ભાજપ અને કોંગ્રેસ બન્નેએ જીતની ઉજવણી કરી હતી. જો કે ભાજપના જીતની ઉજવણી ફિક્કી હતી. કોંગ્રેસનો છેડો ફાડીને ભાજપમાં જોડાયેલા બળવંતસિંહ રાજપુતની 38 પોઈન્ટથી ઘોર પરાજય થયો છે.

ભારે રસાકસી બાદ રાજ્યસભાની ચૂંટણીના જાહેર થયેલા પરિણામોને લઈને ભાજપના નેતાઓ નારાજ છેચૂંટણી પંચે આપેલા નિર્ણયને તેમણે કાનૂની રીતે પડકારવાનો વિચાર કર્યો છેઆ અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નિવેદન આપતા જણાવ્યું કે ચૂંટણી પંચે જે નિર્ણય આપ્યો તેની સાથે તેઓ સહમત નથી અને કાનૂની રીતે કાર્યવાહી કરીશુંચૂંટણી પંચે કોંગ્રેસના કહેવાથી બે વોટ રદબાતલ જાહેર કર્યા હતા અને તે બાદ અડધા મતથી અહેમદ પટેલ જીત્યા છે. કોંગ્રેસના જ સભ્યો જ તેમના ઉમેદવારને મત ન આપે તેમાં ભાજપનો કોઈ વાંક નથી. 

તો રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર અમિત શાહ અને સ્મૃતિ ઈરાનીનો વિજય થતા પીએમ મોદીએ બન્નેને શુભ કામના પાઠવીપીએમ મોદીએ ટ્વીટર પર ટ્વીટ કરીને બન્ને ઉમેદવારોને જીતની શુભકામના પાઠવી..તો આની સાથે સાથે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે અમિત શાહના 3 વર્ષ પૂર્ણ થયા છેજેને લઈને પણ પીએમ મોદીએ શુભ કામના પાઠવી હતી.