Not Set/ સેરેના વિલિયમ્સને હરાવી 19 વર્ષની બિયંકા એડ્રિસ્ક્યૂએ US OPEN FINAL માં મેળવી જીત

શનિવારે યુએસ ઓપન વિમેન્સ સિંગલ્સ ફાઇનલમાં 19 વર્ષની બિયંકા એંડ્રિસ્ક્યૂએ 23 વખતની ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયન સેરેના વિલિયમ્સને હરાવીને ઇતિહાસ રચ્યો હતો. બિયંકા એંડ્રિસ્ક્યૂ ગ્રાન્ડ સ્લેમનો ખિતાબ જીતનાર પ્રથમ કેનેડિયન ખેલાડી બની ગઇ છે. કેનેડિયન ખેલાડીએ ફ્લશિંગ મીડોઝમાં દિગ્ગઝ અમેરિકન ટેનિસ ખેલાડીને 6-3, 7-5થી હરાવી આ ખિતાબ પોતાના નામે કર્યો. આપને જણાવી દઇએ કે, બિસંકા એંડ્રિસ્ક્યૂ […]

Top Stories Sports
If1ozU7z સેરેના વિલિયમ્સને હરાવી 19 વર્ષની બિયંકા એડ્રિસ્ક્યૂએ US OPEN FINAL માં મેળવી જીત

શનિવારે યુએસ ઓપન વિમેન્સ સિંગલ્સ ફાઇનલમાં 19 વર્ષની બિયંકા એંડ્રિસ્ક્યૂએ 23 વખતની ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયન સેરેના વિલિયમ્સને હરાવીને ઇતિહાસ રચ્યો હતો. બિયંકા એંડ્રિસ્ક્યૂ ગ્રાન્ડ સ્લેમનો ખિતાબ જીતનાર પ્રથમ કેનેડિયન ખેલાડી બની ગઇ છે. કેનેડિયન ખેલાડીએ ફ્લશિંગ મીડોઝમાં દિગ્ગઝ અમેરિકન ટેનિસ ખેલાડીને 6-3, 7-5થી હરાવી આ ખિતાબ પોતાના નામે કર્યો.

આપને જણાવી દઇએ કે, બિસંકા એંડ્રિસ્ક્યૂ ગ્રાન્ડ સ્લેમનો ખિતાબ જીતનાર સૌથી યુવા મહિલા ટેનિસ ખેલાડી બની ગઇ છે. 2006 ની શરૂઆતમાં, રશિયાની સુંદરી મારિયા શારાપોવાએ યુએસ ઓપનનો ખિતાબ જીતીને ઇતિહાસ રચ્યો હતો. આ હારથી સેરેનાનું 24 મો ગ્રાન્ડ સ્લેમ ખિતાબ જીતવાનું સ્વપ્ન ટળી ગયું છે.

આ સેરેના વિલિયમ્સની યુએસ ઓપનની ફાઇનલમાં સતત બીજી હાર હતી. ગયા વર્ષે, તેને નાઓમી ઓસાકાનાં હાથે હારનો સામનો કરવો પડ્યો હતો. મેચ ખુબ યાદગાર બની ગઈ હતી કારણ કે સેરેનાની ચેર અમ્પાયર કાર્લોસ રામોસ સાથે સખત લડત થઇ હતી. પોતાના 33 માં ગ્રાન્ડ સ્લેમ ફાઇનલમાં ઉતરેલ વિલિયમ્સની આર્થર એશ સ્ટેડિયમમાં સારી શરૂઆત ન થઇ શકી કારણ કે તેઓ સતત ડબલ ફોલ્ટ કરી ઓપનિંગ સેવા ગુમાવી દે છે.

1999 ની યુએસ ઓપનમાં સેરેનાએ જ્યારે પ્રથમ વખત ખિતાબ જીત્યો ત્યારે, એન્ડ્રિસ્ક્યૂનો જન્મ પણ થયો ન હતો. જો કે, 19-વર્ષીય એન્ડ્રિસ્ક્યૂએ પહેલાથી જ સેટ પર બતાવ્યું હતું કે તે કોર્ટ પર કયા ઇરાદ સાથે ઉતરી છે અને વિલિયમ્સનો ઇતિહાસ તેના ઇરાદાને ડામશે નહીં. સેરેનાએ 2-4નાં સ્કોર પર પાંચ બ્રેક પોઇન્ટ બનાવ્યા હતા. તેણએ ત્યારે શાનદાર એસ લગાવ્યો અને ઘણા શાનદાર ગ્રાઉન્ડ સ્ટોક પણ અમેરિકી ખેલાડીની તરફથી જોવા મળ્યા. પરંતુ કેનેડિયન ખેલાડીએ પણ સેરેનાને મુશ્કેલીમાં મૂકવામાં કોઈ કસર છોડી ન હતી અને મેચમાં પોતાને જાળવી રાખી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.