Gandhinagar News: ગુજરાતના 18046 ગામોમાં જમીન (Land Survey) રી સર્વે-માપણીની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. જેમાં ગામોના ક્લસ્ટર બનાવીને ખેડૂતોની હાજરીમાં જમીન માપણીની અરજીઓનો નિકાલ કરવામાં આવે છે તેમ,આજે વિધાનસભા ગૃહમાં ધારાસભ્ય દ્વારા પૂછાયેલા પ્રશ્નનો મહેસૂલ વિભાગ વતી ઉત્તર આપતાં મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું.
મંત્રી રાજપૂતે કહ્યું હતું કે, ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકામાં 904, કોડીનારમાં 211, વેરાવળમાં 131 તેમજ સૂત્રાપાડા તાલુકામાં 684 એમ ચાર તાલુકામાં તા. 31 જાન્યુઆરી 2025ની સ્થિતિએ છેલ્લા એક વર્ષમાં ખેડૂતોની કુલ 1930 અરજીઓની જમીન રી સર્વે કરવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. જ્યારે બાકી રહેલી અરજીઓના નિકાલ માટે ગામોના ક્લસ્ટર બનાવીને માઇક્રો પ્લાનિંગ (Micro Planning)થી પૂર્ણ કરવાની કામગીરી પ્રગતિમાં છે. જે બનતી ત્વરાએ પૂર્ણ કરવામાં આવશે. આ અરજીઓનો નિકાલ કરવા માટે ખેડૂતો પાસેથી કોઈપણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી તેમ, મંત્રીએ ગૃહમાં ઉમેર્યું હતું.
આ પણ વાંચો:ગીર સોમનાથમાં બસ પલટી જતાં એકનું મોત, 23 યાત્રાળુઓ ઘાયલ
આ પણ વાંચો:ગીર સોમનાથના તાલાલા પંથકમાં ધરા ધ્રુજી ઉઠી
આ પણ વાંચો:ગીર સોમનાથના વેરાવળમાં વિધર્મીએ નામ બદલી યુવતી સાથે આચર્યુ દુષ્કર્મ
