કાર્યવાહી/ જયપુર એરપોર્ટ પર 20 કરોડનું ડ્રગ્સ જપ્ત, UAEથી પરત ફરેલી મહિલાની બેગમાંથી મળી આવ્યું હેરોઈન 

કસ્ટમ વિભાગે લગભગ 20 કરોડ રૂપિયાનું ડ્રગ્સ જપ્ત કર્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે મહિલા UAEથી પરત આવી છે. તે પોતાની બેગમાં છુપાવીને ડ્રગ્સ લાવી રહી હતી.

India
ડ્રગ્સ

રવિવારે સવારે જયપુર એરપોર્ટ પર કસ્ટમ વિભાગને મોટી સફળતા મળી છે. કસ્ટમ વિભાગે લગભગ 20 કરોડ રૂપિયાનું ડ્રગ્સ જપ્ત કર્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે મહિલા UAEથી પરત આવી છે. તે પોતાની બેગમાં છુપાવીને ડ્રગ્સ લાવી રહી હતી. જ્યારે મહિલા એરપોર્ટ પર ઉતરી ત્યારે તે ગભરાયેલી દેખાતી હતી. કસ્ટમ વિભાગ અને પોલીસને મહિલા પર શંકા ગઈ. સંયુક્ત કાર્યવાહી કરીને બંનેએ મહિલાની તલાશી લીધી હતી, જેમાં ડ્રગ્સ મળી આવ્યું હતું.

આ પણ વાંચો : RSSના વડા મોહન ભાગવતે DNA મામલે શું કહ્યું જાણો વિગત…

મળતી માહિતી અનુસાર, આ ડ્રગ્સ લગભગ બે કિલો છે. પ્રાથમિક તપાસમાં તે હેરોઈન હોવાનું જણાયું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમત 20 કરોડ આંકવામાં આવી રહી છે. કસ્ટમ વિભાગ ડ્રગ્સની તપાસમાં વ્યસ્ત છે.

આ પણ વાંચો :કર્ણાટકમાં હવે ધર્મ પરિવર્તન કરાવનારની ખેર નથી, કાયદો વધુ મજબૂત બનાવાશે,જાણો…

આ પણ વાંચો : વિદેશ મંત્રી એસ જ્યશંકરે અફઘાનિસ્તાન અંગે શું કહ્યું જાણો વિગત…

આ પણ વાંચો :12 કલાકમાં બે રાજકીય હત્યાઓથી કેરળનું રાજકારણ ગરમાયું, અલપ્પુઝામાં કલમ 144 લાગુ