ભાવનગરના અલંગ ખાતે ટ્રાન્સપોર્ટરો દ્વારા કરવામાં આવેલી હડતાલનો સુખદ અંત આવ્યો હતો. ભાવનગર સૌરાષ્ટ્ર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા આ તમામ બાબતે મધ્યસ્થી કરી અને અલંગ શિપ રિસાઈકલિંગ એસોસિએશન તેમજ રોલિંગ મિલ્સ એસોસિયેશન સાથે વાતચીત કરી અને ટ્રક ટ્રાન્સપોર્ટની માંગને સ્વીકારી અને હડતાળ પૂર્ણ કરવા અંગે નિર્ણય કર્યો હતો. જેને પગલે આજથી અલંગ ફરીથી ધમધમતું થયું.
વિશ્વ પ્રસિદ્ધ અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ ખાતે ટ્રાન્સપોર્ટરો દ્વારા હડતાલ પાડવામાં આવી હતી. આજે પ્રકારે સતત પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થઈ રહ્યો છે. તેને લઈને ટ્રક માલિકો ને ટ્રક ચલાવવા ખૂબ જ મુશ્કેલ બન્યા છે. આ ઉપરાંત અલંગ ખાતે લોડિંગ ચાર્જ અને હમાલી ચાર્જ પણ ટ્રક માલિકો ને આપવો પડતો હતો. આ અંગે કોરોના મહામારી બાદ ટ્રક માલિકો ને ટ્રક ચલાવવા મુશ્કેલ બન્યા હતા ત્યારે આખરે ટ્રક માલિકો દ્વારા હડતાલ પાડી દેવામાં આવી હતી.
ટ્રક ટ્રાન્સપોર્ટની હડતાલ ને લઈને અલંગ ખાતે ખૂબ જ મુશ્કેલી સર્જાઇ હતી. માલ ને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઇ જાઓ તેમજ અલંગ બહાર માલ મોકલાવી આપવા સહિતની કામગીરી ઠપ થઈ ગઈ હતી. જેને લઇને અલંગ એસોસિએશન દ્વારા પણ કટીંગ કાર્ય બંધ કરવામાં આવ્યું હતું. આ તમામ હડતાલને પગલે અલંગ ખાતે મજૂરીકામ કરતા હજારો મજૂરો બેરોજગાર બન્યા હતા. અને આ મજૂરોની મુશ્કેલીને લઈને હડતાલ ઝડપથી સમેટાય તે અંગે વિવિધ લોકો દ્વારા મધ્યસ્થી કરી ને હડતાલ પૂર્ણ થાય તેવા પ્રયાસો હાથ ધર્યા હતા. જેમાં ભાવનગર સૌરાષ્ટ્ર કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા મધ્યસ્થી કરવામાં આવતા ટ્રાન્સપોર્ટરોની માંગને સ્વીકારી અને આજથી ફરી અલંગમાં તમામ કામગીરીનો પ્રારંભ કરાયો.
અલંગ ખાતે થયેલી હડતાલને લઈને શિપ બ્રેકિંગ એસોસિએશન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અલંગ ખાતે લોડિંગ ચાર્જ અને હમાલી ચાર્જ લઈને અલંગ ખાતે ટ્રાન્સપોર્ટર દ્વારા હડતાલ કરવામાં આવી હતી. આ હડતાલને પગલે અલંગમાં માલની હેરાફેરી બંધ થઈ ગઈ હતી. તેમજ અલંગ બહાર માલ મોકલવામાં પણ મુશ્કેલી પડી રહી હતી. જે તમામ માંગ અને અલંગ એસોસિએશન દ્વારા સ્વીકારી સો રૂપિયા લોડિંગ ચાર્જ રદ કરી અને હમાલી ચાર્જ પણ માલ લેનાર માલિક ચૂકવશે તે અંગે નિર્ણય લીધા બાદ આજથી અલગ શરૂ કરી દેવામાં આવ્યું છે.
તો આ જ અંગે રોલિંગ મિલ એસોસિએશન દ્વારા પણ તમામ માંગ સ્વીકારીને હડતાલ પૂર્ણ થયા બાદ રોલિંગ મિલો પુના શરૂ કરવા નિર્ણય લેવાયો હતો. અલંગની હડતાલને પગલે રોલીંગ મીલમાં પણ માલની આવક નહીં થવાને લઈને બંધ કરવામાં આવી હતી. પરંતુ હવે અલંગ ખાતે હડતાલ સમાપ્ત થઈ જતા રોલિંગની લો પણ ફરીથી શરૂ કરી દેવાશે.
ભાવનગરની જીવાદોરી સમાન ગણાતા અને એશિયાના સૌથી મોટા શિપ બ્રેકિંગ યાર્ડ અલંગ ખાતે ટ્રક ટ્રાન્સપોર્ટર દ્વારા હડતાલ કરવામાં આવતા લોકોને ખૂબ જ મુશ્કેલી પડી હતી.આ તમામ બાબતે સૌરાષ્ટ્ર કોમર્સને જાણ થતાં સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા તમામ ઉદ્યોગપતિની સાથે મિટિંગ યોજી હતી. આર મિટિંગમાં અલંગ રિસાયકલ એસોસિએશન, રોલિંગ મિલ એસોસિએશન અને ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિયેશન ના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.જે તમામ સાથે વાટાઘાટો કર્યા બાદ સૌરાષ્ટ્ર ચેમ્બર કોમર્સ દ્વારા મધ્યસ્થી કરી હડતાલનો સુખદ અંત આવે તે અંગે પ્રયાસો કર્યા બાદ અંતે તમામ બાદ વિવાદ દૂર કરી અને ભાવનગર સૌરાષ્ટ્ર ચેમ્બર કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝનું સન્માન જાળવી અને તમામ વિવાદો દૂર કરી હડતાલ સમાપ્ત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
અલંગ ખાતે થયેલી હડતાળને લઈને ભાવનગરની જીવાદોરી સમાન ગણાતા ઉદ્યોગમાં ખૂબ જ મોટી નુકસાની મજૂર વર્ગના લોકોને બોઘાભાઈ પડી હતી. ટ્રકના ડ્રાઇવર, ક્લીનર, અલંગ ખાતે કટિંગ કામ કરતા મજદૂરો, રોલિંગ મિલ ખાતે કામ કરતા મજૂરો અને અલંગ સાથે સંકળાયેલા અનેક લોકોને આ હડતાલથી મુશ્કેલી પડી રહી હતી. છેલ્લા ૨૦ દિવસથી ચાલી રહેલી હડતાલને પૂર્ણ કરી અને ફરીથી અલંગમાં કામકાજ શરૂ કરવામાં આવતા અલંગ સાથે સંકળાયેલા હજારો લોકોની રોજીરોટી પુના પ્રારંભ થશે.
