Not Set/ પાકિસ્તાને જેલમાંથી મુક્ત કર્યા 20 ભારતીય માછીમારો, વાઘા બોર્ડરથી વતન પરત ફરશે

પાકિસ્તાનમાં ગેરકાયદે માછીમારીના આરોપમાં ચાર વર્ષ પૂરા કર્યા બાદ 20 ભારતીય માછીમારોને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા.

World
Untitled 194 પાકિસ્તાને જેલમાંથી મુક્ત કર્યા 20 ભારતીય માછીમારો, વાઘા બોર્ડરથી વતન પરત ફરશે

પાકિસ્તાનની જેલમાંથી 20 ભારતીય માછીમારોને મુક્ત કરવામાં આવ્યા છે, જેમને પાકિસ્તાન આજે વાઘા બોર્ડર પર ભારતને સોંપશે. મુક્ત કરાયેલા તમામ માછીમારોને પાકિસ્તાનની લાંધી જેલમાં રાખવામાં આવ્યા હતા, જ્યાંથી હવે તેમને મુક્ત કરવામાં આવ્યા છે. અધિકારીએ શનિવારે જણાવ્યું હતું કે મુક્ત કરાયેલા તમામ માછીમારોને રવિવારે વાઘા બોર્ડર પર મોકલવામાં આવશે.

આ પણ વાંચો ;જેતપુર / પ્રેમીયુગલ હિના-આશિષને પ્રેમ તો ન મળ્યો, પરંતુ કર્યું એવું કે જેલની હવા ખાવાનો વારો આવ્યો

આ માછીમારોએ ચાર વર્ષ જેલમાં વિતાવ્યા હતા અને અમારી સરકાર દ્વારા સદ્ભાવનાના ભાગરૂપે આજે તેઓને મુક્ત કરવામાં આવ્યા છે. બિન-લાભકારી સામાજિક કલ્યાણ સંસ્થા એધી ટ્રસ્ટ ફાઉન્ડેશને માછીમારોને લાહોરની વાઘા બોર્ડર પર લઈ જવાની વ્યવસ્થા કરી હતી, જ્યાંથી તેમને સોમવારે ભારતીય અધિકારીઓને સોંપવામાં આવશે. અમે મુક્ત કરાયેલા માછીમારોને ઇધી ફાઉન્ડેશનને સોંપી દીધા છે જે તેમના તમામ પ્રવાસ અને અન્ય ખર્ચાઓનું ધ્યાન રાખે છે. તેઓ અલ્લામા ઈકબાલ એક્સપ્રેસ ટ્રેન દ્વારા લાહોર જશે. અધિકારીએ કહ્યું કે 588 ભારતીય નાગરિકો હજુ પણ લાંધી જેલમાં બંધ છે, જેમાંથી મોટાભાગના માછીમારો છે.

આ પણ વાંચો ;Video / સામાજિક પ્રથા જાળવી ગેનીબેન ઠાકોરે ઘૂંઘટમાં આપ્યું ભાષણ, જુઓ

આ તમામની પાકિસ્તાનની મેરીટાઇમ સિક્યોરિટી એજન્સી દ્વારા કથિત રીતે કચ્છના કિનારેથી અરબી સમુદ્રની ઇન્ટરનેશનલ મેરીટાઇમ બાઉન્ડ્રી લાઇન ઓળંગીને પાકિસ્તાનના વિસ્તારમાં પ્રવેશવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. આવા 600 જેટલા માછીમારો પાકિસ્તાનની જેલમાં કેદ છે. ઈધી ટ્રસ્ટ ફાઉન્ડેશને જણાવ્યું છે કે હાલમાં લગભગ 600 ભારતીય માછીમારો પાકિસ્તાનની જેલમાં કેદ છે. ફૈઝલનો દાવો છે કે ડઝનબંધ ગરીબ ભારતીય માછીમારો લાંધ અને માલીર જેલમાં બંધ છે. ગયા વર્ષે પણ પાકિસ્તાન સરકારે ઘણા ભારતીય માછીમારોને મુક્ત કર્યા હતા.