સુરેન્દ્રનગર/ અહીં આવેલું છે શિતળામાતાનું 200 વર્ષ જુનું મંદિર, હજારોની સંખ્યામાં આવે છે દર્શનાર્થી

આ મંદિરે આજુ-બાજુનાં ગામડાનાં તેમજ શહેરના લોકો મોટી સંખ્યામાં દર્શનાર્થે આવે છે અને માતાજીના આર્શીવાદ મેળવે છે. આ જગ્યા ઉપર શ્રાવણ મહિનાની સાતમ,આઠમ, નોમ અને દસમ ચાર દિવસ મોટો મેળો પણ ભરાય છે

Dharma & Bhakti
Untitled.png ima harti 13 અહીં આવેલું છે શિતળામાતાનું 200 વર્ષ જુનું મંદિર, હજારોની સંખ્યામાં આવે છે દર્શનાર્થી

સુરેન્દ્રનગરના ધાંગ્રધ્રામાં 200 વર્ષથી વધારે જુનું શિતળામાતાનું મંદિર આવેલું છે. જેમાં આજના દિવસે મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવતા હોય છે. સાતમના દિવસે મંદિરે દર્શને આવતા લોકો માતાજીને શ્રીફળ, ચુંદડી, નેણા-ફુલા, માતાજીની આંખ, જીભ, તેમજ ચોટલો પણ ચડાવે છે. પોતાના બાળકોનું સારા આરોગ્ય અને લાંબા આયુષ્ય માટે બાળકની માતાઓ માતાજી પાસે પ્રાર્થના કરે છે.  આ જગ્યા ઉપર શ્રાવણ મહિનાની સાતમ, આઠમ, નોમ અને દસમ ચાર દિવસ મોટો મેળો પણ ભરાય છે. જેમાં મોટી સંખ્યામાં લોકો આ મેળો માણવા ઉમટી પડે છે.

Untitled.png ima harti 10 અહીં આવેલું છે શિતળામાતાનું 200 વર્ષ જુનું મંદિર, હજારોની સંખ્યામાં આવે છે દર્શનાર્થી

  • ધ્રાંગધ્રામાં સ્ટેટ વખતનું 200 વર્ષ જૂનું મંદિર
  • શિતળામાતાનું 200 વર્ષ જુનું મંદિર
  • હજારોની સંખ્યામાં આવે છે દર્શનાર્થી
  • લોકમેળાનું પણ થાય છે આયોજન
  • મેળામાં લોકોનું આવે છે ઘોડાપુર

શ્રાવણ વદ-૭ (સાતમ) આજના દિવસે ઠંડુ ખાવાનો રિવાજ છે. આજે ધ્રાંગધ્રામાં આવેલ શીતળા માતાનું મંદિર ૨૦૦ વર્ષ કરતા વધુ જુનું છે. અને સ્ટેટ વખતનું આ મંદિર છે. આજે વહેલી સવારથી લાંબી લાઇનો હતી.શ્રાવણ વદ-૭(સાતમ) ના રોજ મેળો ભરાય છે. જેમાં, હજારો ની સંખ્યામાં માણસો આવે છે. સાતમના દિવસે મંદિરે દર્શને આવતા લોકો માતાજીને શ્રીફળ, ચુંદડી, નેણા-ફુલા, માતાજીની આંખ, જીભ, તેમજ ચોટલો પણ ચડાવે છે. પોતાના બાળકોનું સારા આરોગ્ય અને લાંબા આયુષ્ય માટે બાળકની માતાઓ માતાજી પાસે પ્રાર્થના કરે છે. આ મંદિરે સવારથી લઇને મોડી રાત સુધી માણસો આજના દિવસે દર્શને આવે છે. મંદિરે સવારે અને સાંજે સુર્યાસ્ત સમયે આરતી થાય છે. મંદિરે આવતા દર્શનાર્થીઓ અલગ-અલગ બાધાઓ રાખે છે જેવી કે, પગપાળા આવું, દંડવત કરતું આવવું. કે ઠંડુ ખાવાનું જેવી બાધાઓ હોય છે. આ મંદિરે આજુ-બાજુનાં ગામડાનાં તેમજ શહેરના લોકો મોટી સંખ્યામાં દર્શનાર્થે આવે છે અને માતાજીના આર્શીવાદ મેળવે છે. આ જગ્યા ઉપર શ્રાવણ મહિનાની સાતમ,આઠમ, નોમ અને દસમ ચાર દિવસ મોટો મેળો પણ ભરાય છે.જેમાં મોટી સંખ્યામાં લોકો આ મેળો માણવા ઉમટી પડે છે.

History /  શીતળા સાતમના દિવસે ધ્રોલ ખાતે લડાયું હતું ઐતિહાસિક યુદ્ધ :મોટી સંખ્યામાં ક્ષત્રિયો થયા હતા શહિદ