ક્રિકેટ/ શ્રીલંકાના 24 ક્રિકેટરોએ નવા કરારને નકાર્યો

ક્રિકેટરોએ કરાર નકાર્યો

Sports
shrilanka શ્રીલંકાના 24 ક્રિકેટરોએ નવા કરારને નકાર્યો

શ્રીલંકા ક્રિકેટમાં હોબાળો મચ્યો છે. ક્રિકેટ બોર્ડના નવા કરારના લીધે હાલના 24 ક્રિકેટરોએ નવા કેન્દ્રીય કરારની દરખાસ્ત નકારી દીધી છે. આ ક્રિકેટરોનું કહેવું છે કે જે રીતે કરારના વર્ગોમાં વહેંચણી કરી છે તેમાં પાર્દશિકતા જોવા મળતી નથી.

ક્રિકેટ વેબસાઇટ ક્રિકઇફો ના રિપોર્ટ મુજબ નવા કરાર પર હસ્તાક્ષર કરવા માટે ખેલાડીઓને ત્રણ જૂન સુધીનો સમય આપવામાં આવ્યો છે. શ્રીલંકા બોર્ડ દ્વારા લાગુ કરવા માટે નવાે કરાર રજૂ કરવામાં આવ્યો છે,પરતું ક્રિકેટરોને આ કરારના વર્ગોની વહેચણીમાં પાર્દશિકતાનો અભાવ જોવા મળી રહ્યો છે.આ કરારમાં 2019ના પ્રદર્શન કરનારને 50 ટકા,ખેલાડી ફિટનેશમાં 20 ટકા અને નેતૃત્વ,વ્યવસાયિકતા,ભવિષ્યની ક્ષમતાના 10 ટકા આપવામાં આવશે. આ કરારનો વિરોધ કરવામાં આવ્યો છે. ક્રિકેટરો દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં એટર્ની માર્ક સિડની પ્રેમાથિરત્નેએ કહ્યું હતું કે,ખેલાડીઓ ગેરવાજબી અને બિન-પારદર્શક કરાર પર હસ્તાક્ષર કરવા માટે સંમત નથી અને અમે બોર્ડને વિનંતી કરીએ છીએ કે ખેલાડીઓને ગનપોઇન્ટ પર આ કામ કરાવવા દબાણ ના  કરો.