લઠ્ઠાકાંડ/ બિહારમાં લઠ્ઠાકાંડમાં અત્યાર સુધી 26 લોકોનાં મોત,પરિવારજનોમાં માતમ છવાયું

બિહારમાં ઝેરી દારૂના કારણે અનેક પરિવારોની દિવાળી માતમમાં છવાઇ ગઇ હતી. બુધવારથી અત્યાર સુધીમાં ઝેરી દારૂના કારણે 26 લોકોના મોત થયા છે.

India
daru બિહારમાં લઠ્ઠાકાંડમાં અત્યાર સુધી 26 લોકોનાં મોત,પરિવારજનોમાં માતમ છવાયું

બિહારમાં ઝેરી દારૂના કારણે અનેક પરિવારોની દિવાળી માતમમાં છવાઇ ગઇ  હતી. બુધવારથી અત્યાર સુધીમાં ઝેરી દારૂના કારણે 26 લોકોના મોત થયા છે. છેલ્લા બે દિવસમાં ગોપાલગંજમાં 17 અને બેતિયામાં 9 લોકોએ નકલી દારૂ પીવાથી જીવ ગુમાવ્યા છે. એટલું જ નહીં, દારૂ પર પ્રતિબંધ લગાવનાર રાજ્યમાં આ વર્ષે અત્યાર સુધીમાં 70 લોકોએ જીવ ગુમાવ્યા છે. જેના કારણે દારૂની હેરાફેરી કરનારાઓ પર લગામ લગાવવાના સરકાર અને વહીવટીતંત્રના પ્રયાસો પર પણ સવાલો ઉભા થયા છે. છેલ્લા બે દિવસમાં ઝેરી દારૂના કારણે 21 લોકોના મોતની પુષ્ટિ નીતીશ કુમારના મંત્રી સુનીલ કુમારે પણ કરી છે. તેમણે કહ્યું કે બેતિયામાં 10 અને ગોપાલગંજમાં 11 લોકો ગેરકાયદેસર દારૂ પીવાથી મૃત્યુ પામ્યા છે. આ સિવાય બેતિયામાં અન્ય બે લોકોના નકલી દારૂના કારણે મોત થયા હોવાની આશંકા છે. હાલ તેમના પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. મંત્રી સુનીલ કુમારે ઘણા લોકોને હોસ્પિટલમાં દાખલ કરાવવાની જાણકારી આપી છે.

દક્ષિણ તેલવા પંચાયતના બેતિયાના નૌતન બ્લોકમાં એક જ ગામના 16 લોકોના મોતથી ખળભળાટ મચી ગયો છે. જેના કારણે ગામમાં નીરવ શાંતિ છે. ગ્રામજનોએ શોકના કારણે દિવાળી ઉજવી ન હતી. બેતિયા મેડિકલ કોલેજ હોસ્પિટલમાં ચાર લોકો એડમિટ કર્યા છે. મોતિહારી અને ગોપાલગંજમાં પણ કેટલાક લોકો ગુપ્ત રીતે સારવાર કરાવી રહ્યા છે. પોલીસ આજુબાજુના ગામમાં દરોડા પાડી રહી છે. અત્યાર સુધીમાં બે મહિલાઓને કસ્ટડીમાં લઈને પૂછપરછ કરવામાં આવી રહી છે. IG સિવાય, DM-SSP સહિત તમામ વરિષ્ઠ અધિકારીઓ ગામમાં જામી ગયા છે. થોડા મહિના પહેલા બેતિયામાં  ઝેરી દારૂના કારણે 12 લોકોના મોત થયા હતા.