Not Set/ યમુના એક્સેપ્રેસવે પર ડબલ ડેકર બસ ખીણમાં પડતા 29 લોકોનાં થયા મોત, 15 ઘાયલ

ઉત્તર પ્રદેશનાં આગરામાં એક મોટી દુર્ઘટના થઇ છે. સોમવારે સવારે યમુના એક્સપ્રેસવે પર ડબલ ડેકર બસ ખીણમાં પડી ગઇ હતી. આ અકસ્માતમાં આશરે 29 લોકોનાં મોત થયા હોવાનુ સામે આવી રહ્યુ છે. જ્યારે 15 લોકો ઘાયલ થયા છે. તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહ્યા છે. આ ઘટના આગ્રાનાં ઇટાદપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં થઈ […]

Top Stories India
yamuna expressway accident યમુના એક્સેપ્રેસવે પર ડબલ ડેકર બસ ખીણમાં પડતા 29 લોકોનાં થયા મોત, 15 ઘાયલ

ઉત્તર પ્રદેશનાં આગરામાં એક મોટી દુર્ઘટના થઇ છે. સોમવારે સવારે યમુના એક્સપ્રેસવે પર ડબલ ડેકર બસ ખીણમાં પડી ગઇ હતી. આ અકસ્માતમાં આશરે 29 લોકોનાં મોત થયા હોવાનુ સામે આવી રહ્યુ છે. જ્યારે 15 લોકો ઘાયલ થયા છે. તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહ્યા છે. આ ઘટના આગ્રાનાં ઇટાદપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં થઈ હતી. મળી રહેલી માહિતી અનુસાર આ દુર્ઘટના સવારે 5 વાગે બની હતી.

યમુના એક્સપ્રેસવે પર નિકળેલી ડબલ ડેકર બસ લખનઉથી દિલ્હી જઇ રહી હતી. આગરામાં યમુના એક્સપ્રેસવે પર આ બસ રસ્તાથી નીચે ગરનાળામાં પડી ગઇ હતી. જાણવા મળી રહ્યુ છે કે આ દુર્ઘટના સમયે બસમાં અંદાજે 50 લોકો હતા. આ દુર્ઘટનામાં 29 લોકોનાં માર્યા ગયા હોવાનુ સામે આવી રહ્યુ છે. માર્યા ગયા હોય તેમા એક 15 વર્ષની યુવતી છે અને એક બાળક પણ છે. જ્યારે બાકી બધા પુરુષ છે. આ દુર્ઘટનામાં 15 લોકોનાં ઘાયલ હોવાનુ પણ સામે આવી રહ્યુ છે. જો કે ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ મોકલી દેવામાં આવ્યા છે.

દુર્ઘટના સમયે ત્યા હાજર રહેલા લોકોએ કહ્યુ કે, આ દુર્ઘટના એટલી ભયંકર હતી કે ડબલ ડેકર બસ પૂરી રીતે ક્ષતિગ્રસ્ત થઇ ગઇ હતી. દુર્ઘટના સમયે ઘટનાસ્થળે બુમો પાડતા અવાજો સાંભળવા મળ્યા હોવાનુ પણ સામે આવી રહ્યુ છે. ઘટનાની જાણ મળતા જ પોલીસ ત્યા પહોચી ગઇ હતી અને સ્થાનીકોની મદદથી રેસ્ક્યૂ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યુ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.