Not Set/ કાશ્મીરમાં માનવ અધિકાર ભંગના રોદણાં રોતા લોકો જાણે કે સેના કેવી રીતે બચાવી રહી છે કાશ્મીરીઓનાં જીવ

દુનિયાભરમાં કાશ્મીર મામલે ભારતીય સેનાને બદનામ કરવાનાં ચાલતા ષડયંત્ર સામે આ કિસ્સો વજ્રઘાત સમાન છે. પાકિસ્તાન અને ભારતનાં કહેવાતા માનવ અધિકારનાં રક્ષણ કરતાઓનાં ગાલ પર આ કિસ્સો એક સણ સણતો તમાચો છે. આવાતો અનેક કિસ્સા કાશ્મીરનાં રોજીંદા જીવનમાં આકાર લેતા જ રહે છે અને ભારતીય સેના જે ને વિશ્વભરમાં કાશ્મીરીઓ પર દમનકારી ચીતરવાનાં ખોટાં પ્રયાસો […]

Top Stories India
pjimage 1 કાશ્મીરમાં માનવ અધિકાર ભંગના રોદણાં રોતા લોકો જાણે કે સેના કેવી રીતે બચાવી રહી છે કાશ્મીરીઓનાં જીવ

દુનિયાભરમાં કાશ્મીર મામલે ભારતીય સેનાને બદનામ કરવાનાં ચાલતા ષડયંત્ર સામે આ કિસ્સો વજ્રઘાત સમાન છે. પાકિસ્તાન અને ભારતનાં કહેવાતા માનવ અધિકારનાં રક્ષણ કરતાઓનાં ગાલ પર આ કિસ્સો એક સણ સણતો તમાચો છે. આવાતો અનેક કિસ્સા કાશ્મીરનાં રોજીંદા જીવનમાં આકાર લેતા જ રહે છે અને ભારતીય સેના જે ને વિશ્વભરમાં કાશ્મીરીઓ પર દમનકારી ચીતરવાનાં ખોટાં પ્રયાસો કરવામાં આવે છે, તે જ  સેના કાશ્મીરીઓની ખરા સમયે મદદ કરી તેના જીવ બચાવે છે. ખરી રીતે ખરા સમયે સેના જ કાશ્મીરીઓનાં દુખ સારે છે, ત્યારે આ કોઇ કહેવાત માનવ અધિકારનાં રક્ષકો કે પાકિસ્તાન કે પાકિસ્તાનમાં જન્મેલા આતંકવાદ ત્યા કાશ્મીરીઓની મદદે નથી આવતું

આ કિસ્સો છે, શ્રીનગરનો જ્યાં 11 વર્ષની બાળકી યાસ્મિનાને સાપ કરડવાથી બાળકી લગભગ મોતના આગોસ સમાય ગઇ હતી અને ખરા સમયે ભારતીય સેના દ્વારા તેને બચાવવામાં આવી હતી. ભરતીય સેનાનાં જવાનોએ આ નાનકડા ફૂલને પાતાની તમામ તાકાત દાવ પર લગાવી આર્મી હોસ્પિટલમાં સારવાર આપી અને મોતનાં મુખમાંથી પાછી ખેચી લાવી હતી. આર્મી હોસ્પિટલનાં એક્ઝિક્યુટિવ ઓફિસર બી.સી. નામ્બિયાર કહે છે, ” બાળકી ગંભીર હાલતમાં અહીં આવી હતી, જોકે, યોગ્ય સારવાર દ્વારા અમે તેમનો જીવ બચાવી લીધો. આગામી 72 કલાકે તેણીને રજા આપવામાં આવશે.”

બાળકી અને બાળકીનાં પરીવારની નજરમાં ભારતીય સેના અને તેના જવાનોનો દરજ્જો શું હશે તે બાળકીનાં માસુમ ચહેરા પરથી જ ખબર પડી જાય છે. અને આ ફોટો પાકિસ્તાન અને કહેવાત માનવ અધિકારનાં રક્ષો માટે જવાબ આપવા પૂરતો છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.