Banaskantha News : રાજ્યમાં દારૂબંધી વચ્ચે દારૂની રેલમછેલનો માહોલ છે. રોજ ક્યાંકને ક્યાંક દારૂનો જથ્થો ઝડપાઈ રહ્યો છે. પોલીસની કડક કાર્યવાહી છતા દારૂ પર્વેશે છે ક્યાંથી અને બુટલેગરો આટલા બેફામ કેમ છે તે સામાન્ય લોકોમાં ચર્ચાનો પ્રશ્ન છે.બનસકાંઠાના ધાનેરામાં આ જ પ્રકારે વાહનમાં લઈ જવાતો દારૂ ઝડપાયો છે. ગઈ કાલે પણ ક્રેટા કારમાંથી દારૂનો જથ્થો ઝડપાયો હતો. આમ બુટલેગરોને પોલીસનો સ્હેજપણ ડર ન હોય તેમ બેફામ બની ગયા છે.
બનાસકાંઠામાં એલસીબી પોલીસને માહિતી મળી હતી કે જોડીયા ગામ પાસેતી દારૂ ભરીને વાહન જવાનું છે. જેને આધારે પોલીસે જોડીયા ગામ પાસે જાળ બિછાવી હતી. જેમાં પોલીસે શંકાસ્પદ સ્વિફ્ટ કાર અટકાવીને તલાશી લીધી હતી. પોલીસે કારમાં તપાસ કરતા અંદરથી દારૂની 224 બોટલો ઝડપાઈ હતી. જેમાં પોલીસે એક શખ્સની ધરપકડ કરી હતી. પોલીસે દારૂનો જથ્થો અને કાર મળીને કુલ રૂ. 3,57,440 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. ગઈકાલે જ પોલીસે ક્રેટા કારમાંથી દારૂનો જથ્થો કબજે કર્યો હતો. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: યોગી સરકારના કાવડ યાત્રા પર NDAનેતાએ આપ્યું મોટું નિવેદન, ધર્મને રાજકારણ સાથે જોડવો યોગ્ય નથી
આ પણ વાંચો: ઈલેક્ટ્રિક વાહનો ખરીદનારાઓ માટે ફાયદાના સમાચાર, બહાર આવ્યો યોગી સરકારનો નિર્ણય
આ પણ વાંચો: ઉત્તર પ્રદેશમાં પોલીસ કોન્સ્ટેબલ ભરતી પરીક્ષા પેપર લીક મામલે યોગી સરકારની મોટી કાર્યવાહી