World News : અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા તણાવ (Iran US Tension)વચ્ચે પાકિસ્તાનની ડબેલ ગેમ (Pakistan Double Game) ફરી ચર્ચામાં આવી છે. એક તરફ પાકિસ્તાન પોતાને બંને દેશો વચ્ચે સંભવિત મધ્યસ્થી તરીકે રજૂ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે, જ્યારે બીજી તરફ ગુપ્તચર સૂત્રોના હવાલાથી એવા દાવા કરવામાં આવી રહ્યા છે કે ઇસ્લામાબાદ ગલ્ફ ક્ષેત્રના કેટલાક દેશોને આધુનિક શસ્ત્રો અને લશ્કરી સાધનોની નિકાસ વધારવાના પ્રયાસમાં છે.
પાકિસ્તાનની ડબેલ ગેમ (Pakistan Double Game) ફરી ચર્ચામાં
સૂત્રોના જણાવ્યા અનુસાર, પાકિસ્તાન હાલમાં ઇરાક અને કુવૈતને ‘લાઈટનિંગ-2’ લોઈટરિંગ મ્યુનિશન (Lightning 2 Drone)વેચી રહ્યું છે. દાવો કરવામાં આવ્યો છે કે આ સિસ્ટમનું તાજેતરમાં સફળ પરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું.
શું છે ‘લાઈટનિંગ-2’?
લાઈટનિંગ-2 એક અદ્યતન લોઈટરિંગ મ્યુનિશન (Loitering Munition) (કામિકાઝે ડ્રોન) તરીકે ઓળખાય છે. દાવા મુજબ, તે લાંબા અંતર સુધી હુમલો કરવાની ક્ષમતા ધરાવે છે અને હવાઈ સંરક્ષણ પ્રણાલીઓ, રડાર સ્ટેશન તથા અન્ય મહત્વપૂર્ણ લશ્કરી લક્ષ્યોને નિશાન બનાવી શકે છે. આધુનિક યુદ્ધમાં આવી સિસ્ટમોને વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
JF-17 ફાઇટર જેટની નિકાસના દાવા
ગુપ્તચર સૂત્રોના હવાલાથી વધુ એક દાવો કરવામાં આવ્યો છે કે પાકિસ્તાને અઝરબૈજાન, કતાર અને યમન સાથે JF-17 ફાઇટર જેટની નિકાસ સંબંધિત સોદાને અંતિમ સ્વરૂપ આપ્યું છે.
JF-17 ફાઇટર જેટ ચીનના સહયોગથી વિકસાવવામાં આવ્યું છે અને તે પાકિસ્તાન વાયુસેનાનું મુખ્ય લડાકુ વિમાન માનવામાં આવે છે. અહેવાલોમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે પાકિસ્તાન હવે વધુ આધુનિક JF-17 બ્લોક-4 સંસ્કરણના વિકાસ પર પણ કામ કરી રહ્યું છે.
મધ્યસ્થીની ભૂમિકા પર ઉઠ્યા સવાલ
પાકિસ્તાન સતત ઈરાન અને અમેરિકા વચ્ચે સંવાદ સ્થાપિત કરવામાં પોતાની ભૂમિકાનો દાવો કરતું રહ્યું છે. પરંતુ એક સાથે અમેરિકા, ચીન અને ઈરાન સાથેના તેના વ્યૂહાત્મક સંબંધો તેમજ શસ્ત્રોની નિકાસના દાવાઓને કારણે તેની નિષ્પક્ષતા પર પ્રશ્નો ઉઠી રહ્યા છે.
વિશ્લેષકોનું માનવું છે કે જો ગલ્ફ દેશોમાં પાકિસ્તાનની શસ્ત્રોની નિકાસ (Pakistan Weapons Export)માં વધારો થાય છે, તો તેનો સીધો પ્રભાવ મધ્ય પૂર્વના વ્યૂહાત્મક સંતુલન પર પડી શકે છે.
